Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

લીંબડીના રાણાગઢ ગ્રામ પંચાયતની બિસ્માર હાલત

ધારાસભ્યએ વિડિયો બનાવી સ્થિતિ ઉજાગર કરી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૯ : દસાડા-લખતર અને લીંબડીના ૧૭ ગામોની મળીને આખી વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ખુદ રાણાગઢ ગ્રામ પંચાયતની બિસ્માર હાલતનો ચિતાર આપતો જાતે બનાવેલો વીડિયોએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જેમાં રાણાગઢ ગ્રામ પંચાયત કચેરીના છતમાંથી પોપડા પડતા હોવાની સાથે કૂતરાઓના અડીંગા વચ્ચે પારાવાર ગંદકીથી ખદબદતી આ ગ્રામ પંચાયત કચેરીમાં સામાન્ય માનવી માટે જવું એ દુષ્કર સમાન બાબત છે.

 આ અંગે ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામ આશરે ૧૦,૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામની ગ્રામ પંચાયતની હાલત વાઇબ્રન્ટ ગુજરાતના અમૃત મહોત્સવના અમૃતકાળની અસલિયત બયાન કરે છે. આ ગામના સરપંચ હાલ જિલ્લા પંચાયતના પ્રમુખ છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા પણ લીંબડી તાલુકાના છે. છતાં લીંબડી તાલુકાની સૌથી મોટી રાણાગઢ ગ્રામ પંચાયત કચેરીની બિસ્માર હાલત સરકારની ઘોર નિષ્ફળતાની ગવાહી પુરી પાડે છે અને તેની ખાસ નોંધ લેવી પડે.

(12:35 pm IST)