Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

કચ્છ સરહદે હાઇએલર્ટ : દરિયાઇ સુરક્ષા સમીક્ષા

ગ્વાદર એરપોર્ટ ઉપર પાકિસ્તાની એરફોર્સ તૈનાત : સામે પાર પાકિસ્તાન લશ્કરની હીલચાલ ઉપર ભારતીય લશ્કરની નજર

ભુજઃ કચ્છ સરહદે એલર્ટ વચ્ચે જીલ્લા પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયાએ દરિયાઇ સુરક્ષાનું નિરક્ષણ કર્યુ હતુ.

ભુજ તા.૦૯ :કાશ્મીરમાં કલમ ૩૭૦ ની નાબુદી બાદ પાકિસ્તાનના પ્રત્યાદ્યાત આકરા છે. પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને તોડી પાડવાની કરેલી જાહેરાતની સાથે સાથે લશ્કરી ગતિવિધિઓ પણ તેજ બનાવી છે.

કચ્છ સરહદની સામે પાર આવેલા અને ચીનની મદદથી પાકિસ્તાને વિકસાવેલા ગ્વાદર બંદર પાસે આવેલા ગ્વાદર એરપોર્ટનો પાકિસ્તાની એરફોર્સ દ્વારા કબ્જો લેવાયો છે. તે સિવાય પણ છેલ્લા કેટલાયે દિવસોથી સામે પાર પાકિસ્તાની લશ્કરની હીલચાલ વધી છે. જોકે, સામે પક્ષે ભારતીય લશ્કર પણ સાબદું છે અને પાક લશ્કરની હીલચાલ ઉપર ભારતીય લશ્કરની નજર છે. ભુજ અને નલિયા એરફોર્સ સ્ટેશન સહિત સમગ્ર કચ્છ સરહદે ભારતીય સેના હાઈ એલર્ટ સાથે દુશ્મન દેશને જવાબ આપવા સજ્જ છે.

ગુજરાત રાજય ૧૬૦૦ કિલોમીટરનો દરીયાઇ વિસ્તાર ધરાવતું રાજય છે જે દરીયાઇ સુરક્ષાના હેતુ સર જે જે જીલ્લામાં દરીયાઇ વિસ્તાર આવેલ છે. તે જગ્યાએ મરીન પોલીસ સ્ટેશનો સ્થાપીત કરવામાં આવેલ છે અને તે અનુસાર દરીયાઇ સુરક્ષાન લગતી તમામ બાબતોને ધ્યાને લેવામાં આવેલ છે. તથા ગુજરાતમાં દરીયાઇ વિસ્તારોમાં અલગ અલગ પોર્ટ પણ આવેલ છે તેવી રીતે કચ્છ જીલ્લામાં મુંદરા મધ્યે અદાણી પોર્ટ આવેલ છે.

પશ્વિમ કચ્છ-ભુજમાં મહત્વના ઐોધ્યોગીક એકમ એવા મુંદરા પોર્ટ વિસ્તારની સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષકશ્રી સૈોરભ તોલંબીયા, પશ્વિમ કચ્છ-ભુજનાઓએ મરીન પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓ તથા મુંદરા પોર્ટ વિસ્તારમાં તથા દરીયાઇ સીમા સુરક્ષા અંગે વિઝીટ લેવામાં આવી તેમજ સુરક્ષા ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે જરૂરી માર્ગદર્શન આપવમાં આવેલ છે.

(11:51 am IST)