Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ધોરાજી પ્રવાસન ધામ ઓસમ પર્વતનું કુદરતી સોૈદર્ય નિહાળતા મંત્રી શ્રી રાદડીયા

ધોરાજી તા.૯: પવિત્ર યાત્રાધામ એવા પાટણવાવ નજીક આવેલ ઓસમ પર્વત નો યાત્રાધામ તરીકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

આ ઓસમ પર્વત પર જંગલ અને પાણીના ઝરણા અને ઐતિહાસીક મંદિરો આવેલા છે. ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ ઓસમ પર્વત પર જઇ ત્યા આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે શાસ્ત્રોકત વિધિવત પુજા અર્ચના કરી સમગ્ર વિશ્વમાં શાંતિ માટે અને સમગ્ર વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થાય એવી પ્રાર્થના કરેલ.

આ તકે મંદિરના પુજારી સહિતનાઓએ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનું સન્માન કરેલ રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, જામકંડોરણા યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદલ ,ધોરાજી યાર્ડના ચેરમેન રણછોડભાઇ કોવાણી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ માધવજીભાઇ પટેલ, રાજાભાઇ સુવા, હરીભાઇ ઠુંમર, માજી નગરપતિ હરકિશન માવાણી, મેહુઇ ચંદ્રાવાડીયા, નીલેશભાઇ પાનસુરીયા, સહિતના પાટણવાવ ખાતે ઐતિહાસીક પ્રવાસન ધામની મુલાકાત લીધી અને કુદરતી સોૈંદર્યંનો લહાવો લીધો હતો.

આ તકે કેબીનેટ મંત્રીએ પ્રવાસન ધામ અંગે થએલ કામગીરીનું નિરીક્ષણ કરેલ અને પ્રવાસીઓને વધારે સુવિધાઓ મળે એ અંગે કાર્યવાહી કરવા જણાવેલ હતું. બાદમાં સોૈએ જંગલમાં કુદરતી સોંદર્યંની સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો.

(12:17 pm IST)