Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ગોંડલના વોરાકોટડાની નદીમાં ડુબી જવાથી યુવકનું મોત : ચેતવણીના બોર્ડ મુકવા માંગણી

તસ્વીરમાં ફાયરબ્રિગેડની ટીમ અને બીજી તસ્વીરમાં યુવકનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ તા. ૯ : ગોંડલ સબ જેલ સામે આવેલ આવાસ યોજનામાં રહેતા અને ડ્રાઇવિંગની મજૂરી કામ કરતા પરેશ મગનભાઈ મકવાણા અને તેના બે મિત્રો બપોરના સુમારે વોરકોટડા ગામે શ્રી બીલેશ્વર મહાદેવજી મંદિર પાસે આવેલ નદીમાં ન્હાવા પડ્યા હતા જોત જોતામાં પરેશ ઊંડા પાણીમાં ગરક થતા તેનું મોત નીપજયું હતું.

જયારે અન્ય બે યુવાનો પાળીની પાસે જ હોય બચાવ થવા પામ્યો હતો, ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકાના ફાયર ટિમ ને કરતા દોડી જઇ યુવાન ના મૃતદેહ ને બહાર કાઢી પીએમ માટે સરકારી દવાખાને ખસેડયો હતો પરેશ બે બાઈઓના પરિવાર માં નાનો હતો અને એક બહેન સાસરે હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ આ જગ્યા ઉપર અનેક લોકોના ડૂબી જવાથી મોત નિપજતા હોય છે તંત્ર દ્વારા તકેદારીના બોર્ડ લગાવાય તેવી માંગ ઉઠવા પામી છે.

(12:05 pm IST)