Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં આફતના વાદળો ઘેરાયાઃ દુષ્કાળ જેવી સ્થિતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં હવે સિંચાઇ  માટે નર્મદા કેનાલમાં પાણી નહિ મળેઃ સરકારના આદેશો થવાની તૈયારી ખેડૂતોમાં ફેલાઇ રોષની લાગણી : પશુઓ માટે રાહત દરે ઘાસચારો આપવા ખેડૂતોની બુલંદ માંગ : સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની તજવીજ? ગમે ત્યારે જાહેરાત થશેઃ રાહત કામો ચાલુ કરવાનો પણ પ્લાન

(ફારૂક ચોેહાણ દ્વારા) વઢવાણ તા.૯: સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં જયારે જગતનો તાત વરસાદ વરસવાની રાહમાં બેઠો છે. અને વરસાદ આજે વરસે કાલે વરસે એવા દિવસો અને રાત આકાશ સામે મીટ માંડી-માંડીન બેઠો છેત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પાણી પ્રશ્ન ભારે વિકટ બનવા જેવી સ્થિતિઓના નિર્માણ થયા છે. લોકો ભારે મુશીબતમાં મુકાયા છે. ધંધા-રોજગાર સાવ ઠપ્પ થઇ ગયા છે.

ત્યારે સુરેન્દ્રનગર અને એના જિલ્લા તાલુકાઓની સ્થિતિ ભારે વિકટ બની છે. ખેડૂતોની જમીન અડઘી પોણી જમીન હાલ મા ભર ચોમાસામાં પણ કોરી ધાકોડ જમીન જોવા મળી રહી છે. ખેડૂતોના ખેતરો ખેડેલા વાવ્યા વગરના પડતર પડયા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાના ૯૦ દિવસનો પસાર પણ થઇ જ ચુકયા છે. છતા પણ જિલ્લામાં કયાંય પણ વરસાદનો છાંટો  પણ પડાયાના સમાચારો સાંભળવા મળતાનથી. જિલ્લાની અને તાલુકાની સ્થિતિ ભારે વિકટ બની છે જેનો સામનો કરવો ભારે મુશ્કેલ બન્યો છે.

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના ધરતીપુત્રો જયારે મુંઝવણમાં મુકાયા છે. ત્યારે ઉનાળુ વાવેતર કરવા ઉપર સરકારે ખેડૂતોને નનેૈયો જાહેર કર્યો હતો અને ઉનાળુ વાવેતર સમય માંજ વાવેતર થાય તે પહેલા કેનાલોમાં પાણી આપવાના બંધ દેવામાં આવ્યા હતા જેના કારણે ખેડૂતોને મોટામાં મોટો માર પડયો હતો.

જયારે હાલની વાત કરવામાં આવે તો હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કયાય વરસાદ વરસ્યો નથી સુરેન્દ્રનગર જિલ્લામં માત્રને માત્ર ર૦ ટકા જ વરસાદ વરસ્યો છે. જેે વાવણી લાયક પણ ન ગણાવાય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૦ ટકા ખેડૂતો દ્વારા આગોતરા વાવેતર કરવામાં આવે છે. જયારે ૬૦ ટકા ખેડૂતો વરસાદ વરસ્યા બાદમાં વાવેતર કરતા હોય છે ત્યારે જિલ્લામાં ૨૦ ટકા વરસાદ વરસવાના કારણે હાલમાં ૫૦ ટકા ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યા છે જે પણ ફેલ થવાની ધારણા હાલમાં વર્તાઇ રહી છે.

ખેડૂતોના ખેતરમાં હળામણ-ખાતર-વાવણી-બિયારણ આ બધુજ વાવેતર ઉપર કરેલ ખર્ચ પણ વરસાદ ન વરસવાના કારણે ફેલ જવાની ધારણા હાલમાં સેવાઇ રહી છે.સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂતો હાલમાં બેબાકળો બની ગયો છે. ખર્ચ કર્યો છે? કુદરત રૂઠી છે? વરસાદ જિલ્લામાં કયાંક છે જ નહી? ત્યારે કેનાલ એક જ જયારે એમનો ઉપાય છે ત્યારે હવે કુદરત સાથોસાથ સરકાર પણ રૂઠી છે સરકારે ખેડૂતોથી હવે મો ફેરવી લેવાનો નિર્ણય કર્યો હોવાનુ હાલ જાણવા મળી રહયું છે? ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસેના કડુ પમ્પીંગ સ્ટેશન ઉપર પણ પાણીના લેવલ ઘટયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને હવે સિંચાઇ યોજનાકે કેનાલ વાટે પાણી આપવાનું સરકાર દ્વારા બંધ જ કરવામાં આવનાર છે એની જાહેરાતની ગણતરીના કલાકો અથવા તો દિવસોમાં જ કરવા માટે જઇ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ૧૦ ગામોના ખેડૂતો એ પાણી માટે પાણી બતાવવું પડયું. ધારાસભ્ય ધનજીભાઇ પટેલને બાનમાં લઇ કેનાલમાં પાણી પહોંચાડવા માટે કેનાલના દરવાજા ખુદ ખેડૂતો દ્વારા ખોલી નખાયા અને ડેમમાં પાણી છોડયું છતા પણ પાણીતો માળોદ સુધીજ પહોંચ્યું આગળના ગામડા કેનાલમાં ન પહોંચ્યા ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડેમની સપાટી નિચી આવી ગઇ છે જેના કારણે પાણી પહોંચવાનું ન હોવાની વાત વગોવાઇ ગઇ છે.

સુરેન્દ્રનગર બે દિવસ પહેલા પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ થી વધુ ગામોના ખેડૂતો દ્વારા સિંચાઇના પાણી આપવા-ઉભો પાક સુકાઇ રહયો છે, ખેડૂતો મુસીબતનો સામનો કરી રહયા છે? ત્યારે કુંવરજીભાળ બાવળીયાની ગાડીને ઘેરાવ કરવામાં આવ્યો પાણી માટે ફરેવાર પાણીપત બતાવ્યું છતા પાણીતો ખેડૂતોને આજે પણ મળ્યું નથી? કે મળવાનું પણ નથી? રજુઆત સાંભળવી જરૂરી છે? પરંતુ પાણી કયાંથી લાવવું ભારે મુશીબત છે?(૧.૨)

 

સુરેન્દ્રનગર જિલ્લો હવે દુષ્કાળગ્રસ્ત? કેનાલો બંધઃ વાવેતર ફેલ, ઘાસચારાની અછત

વઢવાણ તા. ૯ :.. સુરેન્દ્રનગર જિલ્લામાં પસાર થતી નર્મદાની મોટી કેનાલો વાટે જયારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણી પહોંચાડવામાં આવે છે જેમાં રાજકોટ-જામનગર અને આમ માળીયા-મોરબી-ભુજ સુધી નર્મદાના પાણી કેનાલ વાટે સૌરાષ્ટ્રભરમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.

ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રભરમાં વરસાદ નહીવત વરસતા ગુજરાત-સૌરાષ્ટ્રભરના જનતાને પીવા માટેના પાણીની જયારે જબ્બર જસ્ત સમસ્યા મોઢુ ફાડીને સામે બેઠી છે ? ત્યારે માઇનોર કેનાલ વાટે અપાતા નર્મદા યોજનાના પાણી જો ખેડૂતોને આપવામાં આવે તો વધુને વધુ મુસીબતનો સામનો સરકારને કરવો પડે તેવો ઘાટ હાલમાં સર્જાયો છે...?

સરકાર હવે ખેડૂતોને આ નર્મદા યોજના અને તેની કેનાલો વાટે ખેતી માટે પાણી નહિ આપે તો કપરી સ્થિતિનું નિર્માણ થશે.

સરકાર પાસે હવે એક જ માત્ર વિકલ્પ રહ્યો છે કે કેનાલના પાણી બંધ કરવા અને બને ત્યાં સુધી આ પાણી પીવા લાયક રાખવા એવી હાલ સરકારમાં ગણતરી ચાલી રહી છે ? ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને વધુને વધુ મળતા નર્મદા યોજના માટેનો લાભ હાલ અટકાવી દેવામાં આવનાર છે. ત્યારે હાલ કેનાલો બંધ કરી દેવામાં આવેલ છે અને ખેડૂત સરકાર સામ સામે આવી જાય તેવા હાલ એંધાણ જણાય રહ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લાખો પશુધન પણ દુષ્કાળના ખપ્પરમાં હોમાનાર છે. લીલા સુકાચારાના ભાવો આસમાને આંબી ગયા છે ત્યારે હવે પાછુ બહારના રાજયમાંથી જેવુ તેવુ ઘાસચારો મગાવી ઘાસ ડેપા અને રાહત દરે ઘાસ આપવા માટે માલધારી સમાજની પણ માંગ ઉઠવા પામેલ છે.

ત્યારે ખેડૂતોના વાવણી કાર્ય ફેલ થયા છે ત્યારે જળાશયો ઝાલાવાડના હાલમાં સુકાઇ જ રહ્યા છે.

ત્યારે સુખભાદર કેપીસીટી (ર૩,૬૪) સામે હાલ (૭,૮૬), વાંસલ ૮૭૮૬ સામે ૩,ર૮, મોરસલ ૧૩,૦૦, (ર૭,૯પ), ફલકુ ૧૬,ર૪ (૦,૪૯), વડોદ ૧ર,૯૬ સામે (૦,૩ર), નાયકા ૧૯,૦૦, સામે (૦,૧૦), ભાભણી ૧પ,૦૯, સામે (૦,૦૦) નીલ, ત્રિવેણી ઢોગા ૧૭,પ સામે (૧૩,૪પ), ધોળીધજા ડેમ સુરેન્દ્રનગર ર૦,ર૦૦ હાલમાં માત્ર (૭,૯પ), થોરીયાળી ર૦,૦૦ (૧૧,૬૦), આમ આ રીતી હાલમાં ડેમોની સપાટી પાણીની રહેલી છે.

જયારે તાલુકામાં વરસેલ વરસાદની વિગત આ પ્રમણે રહેલી છે.

ગામનું નામ મોસમનો વરસાદ        સરેરાશ વરસાદ

ચુંડા                  ર૧૦ મી.મી.    ૩૭,૬૩

વઢવાણ     ૧રપ મી.મી.    ૧૪,૩૯

લીંબડી               ૧૪૦ મી.મી.    ૧ર,પ૬

સાયલા               ૦૭૭ મી.મી.    ૧૧.૭૪

ચોટીલા      ૧૯૬ મી.મી.    ર૯,૮૩

દસાડા                ૦૯૬ મી.મી.    ૦પ,૭૪

થાન         ૧૧૯ મી.મી.    ૦પ.૦૬

લખતર               ૦ર૪ મી.મી.    ૦૪.૧૧

મુળી         ૦૮૩ મી.મી.    ૦૧,ર૦

ધ્રાંગધ્રા               ૦,૧૪ મી.મી.   ૦૦,૩૭

આ રીતનો હાલમાં આજ દિન સુધી વરસાદ વરસ્યો હોવાના આંકડા જાણવા મળી રહ્યા છે. ત્યારે મુશીબતના એંધાણ સુરેન્દ્રનગરમાં અને ખેડૂત વર્ગમાં જોવા જાણવા મળી રહ્યા છે. (પ-૯)

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરાયેલા વાવેતરના આ રહ્યા આંકડા

વઢવાણ તા. ૯ :.. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ન વરસવાના કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકાઓમાં વગર વરસાદ છતાં વાવણી કાર્ય કરેલ હોવાની વિગતો અને વાવણીના આંકડાકીય માહિતી ર૦૧૭-૧૮ ના આંકડા આ મુજબના રહેલા છે.

તાલુકો          સાલ ર૦૧૭     સાલ ર૦૧૮

ચોટીલા      પ૩૭૬૮પ               ૪૦,૦૧૦

ચુંડા          ૪ર,૮૪૭                 ૩૪,ર૩પ

દસાડા                ૧,૧પ,ર૯૮              ૧૯૮ર૧

ધ્રાંગધ્રા               ૯૩,૭૪૩                પ૪,ર૧પ

થાનગઢ     ૧૪,૩૧પ                ૧૩,૩૦૦

લખતર               ૬૦,૭૧પ                ૧૮,૪૦૭

લીંબડી               ૮૩,રપ૭                પ૪,૮૮૦

મુળી         પ૮,૭૭ર                ૩પ,૭પર

સાયલા               પ૬,ર૪૭                ૩૯,૭૩૦

વઢવાણ     ૬ર,૮ર૯                 ૩ર,૬૦પ

કુલ વાવેતર          પ૭પ૪,૧રપ    ૩,૪ર,૯પપ

આમ જિલ્લામાં વાવેતર પણ ઓછુ જોવા જાણવા મળેલ છે. ત્યારે વાવેતર ઓછુ વરસાદ નહી જેના કારણે વાવેતર ફેલ થવાનું છે ત્યારે મારકેટમાં મોઘવારી પણ જોવા મળવાની છે મધ્યમ વર્ગથી લઇ અનેકના બજેટ વરસાદ ન થવાના કારણે ડામા ડોળ થવાની ધરણા ચોકકસ વર્તાઇ જ રહી છે ?  (પ-૯)

(12:01 pm IST)