Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ગોંડલના વોરાકોટડા પરની ગોંડલી નદીમાં નહાવા પડેલા ત્રણ યુવકો ડૂબ્યા :એક યુવકનું મોત : બે ને બચાવાયા

રાજકોટ :ગોંડલના વોરા કોટડા રોડ પર બિલેશ્ર્વર મહાદેવ પાસેની ગોંડલી નદીમાં નહાવા પડેલા ત્રણ યુવકો ડૂબયાં હતા જેમાં 2 યુવકોનો બચાવ થયો છે જયારે એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું

   જાણવા મળ્યા મુજબ મૃતક યુવક વોરાકોટડા રોડ પર આવેલ ક્વાટર્સમાં રહેતા પરેશ મગનભાઈ મકવાણા (ઉ.વ.20 )  નામનો લુહાર યુવક હોવાની વિગતો બહાર આવી છે

  ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈને પાણીમાં ડૂબેલા યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો

(8:00 pm IST)