Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

પડધરીના વણપરી ટોલનાકા પાસેથી એક કિલો ગાંજા સાથે સુમીત મંડલને ઝડપી લેતી એસ.ઓ.જી.

એસ.ઓ.જી.ના હેડ કોન્સ. જયવિરસિંહ, ધર્મેન્દ્રભાઇ, હિતેષભાઇ તથા રણજીતભાઇની બાતમી : રૂ. ૧૦ હજારનો ગાંજો મોબાઇલ તથા રોકડા ૬૬૦૦ મળી રૂ. ર૧૬૦૦ ની મત્તા કબ્જે

રાજકોટ, તા. ૯ :  પડધરીના વણપરી ટોલનાકા પાસે રૂરલ એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે બીહારના શખ્સને એક કિલો ગાંજા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રાજકોટ રેન્જ આઇ.જી. શ્રી સંદીપસિંહ તથા રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચનાથી એસ.ઓ.જી.ના પી.આઇ. આર. એ. ગોહીલ તથા પી.એસ.આઇ. એચ.એમ. રાણા, એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ. જયવિરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, ધર્મેન્દ્રભાઇ ચાવડા, અમીતભાઇ કનેરીયા, કોન્સ. રણજીતભાઇ ધાધલ, વિજગીરી ગોસ્વામી, નીરાલીબેન વેકરીયા તથા કોન્સ. જયપાલસિંહ જાડેજા સહિત પેટ્રોલીગમાં હતા ત્યારે હેડ કોન્સ. જયવિરસિંહ, ધર્મેન્દ્રભાઇ, હિતેષભાઇ અને રણજીતભાઇને મળેલી બાતમીના આધારે પડધરી નજીક વણપરી ટોલનાકાની બાજુમાં મુરલીધર હોટેલ પાસેથી સુમીત કારૂભાઇ મંડલ (ઉ.વ.ર૩) (રહે. કહલગાવટોલા, ખવાસરપુર જી. ભાગલપુર-બીહાર)ને રૂ. ૧૦,૦૦૦ ની કિંમતના એક કિલોગાંજા સાથે પકડી લીધો હતો. પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઇલ અને રૂ. ૬૬૦૦ રોકડ મળી રૂ. ર૧,૬૦૦ ની મતા કબ્જે કરી હતી.

(1:10 pm IST)