Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જામનગરમાં કોંગ્રેસની મોંઘવારીના વિરોધમાં માત્ર નાટકબાજી

જામનગર : જામનગરમાં કોંગ્રેસની મોંઘવારી સામે માત્ર નાટકબાજી જ સામે આવી છે દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે તેવા સમયે રાજકીય પાર્ટી પણ કયાંકને કયાંક આ મોંઘવારીની પરિસ્થિતિમાં લોકોમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નાટકબાજી કરતી હોય તેવું સામે આવ્યું છે જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સફાળી જાગેલી કોંગ્રેસે મોંઘવારીના નામે શહેરના વિવિધ વોર્ડમાં જઈ નાટકબાજી શરૂ કરી છે મોંઘવારીના વિરોધમાં નાટક કરી નવી નવી પાર્ટીઓનો ઉદય થઇ રહ્યો છે ત્યારે જ પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા અને લોકોમાં કોંગ્રેસ જીવે છે તેવું પ્રસ્થાપિત કરવા આવા કાર્યક્રમો અપાઇ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. નેતૃત્વ વગરની કોંગ્રેસ હવે ગુજરાતમાં મોટા ભાગે વેરવિખેર થઈ ગઈ છે અને કાર્યકર્તાઓ થી પણ અન્ય રાજકીય પાર્ટીઓ કરતાં કયાંક ને કયાંક પાછળ જતી હોય એવું લાગતાં હવે કોંગ્રેસે લોકો વચ્ચે જઈને મોંઘવારીના નામે વિરોધ માં માત્ર નાટકબાજી શરૂ કરી છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:05 pm IST)