Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જામનગરમાં ૧.૩૫ કરોડની છેતરપીંડીમાં નાઇજીરીયન દંપતિ સાથે સ્થાનિક કોઇની સંડોવણી છે કે નહી ? તે દિશામાં તપાસ

હજુ ૧૧ આરોપીઓની સંડોવણી હોવાથી પોલીસે ૯ દિવસના રિમાન્ડમાં રહેલા ત્રણેયની પૂછપરછ હાથ ધરી

તસ્વીરમાં ઝડપાયેલા ત્રણેય નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૮, જામનગરમાં પેલેસ રોડ પર રહેતા બોકસાઈટના એક વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ હતી અને વેકિસન બનાવવાના ધંધામાં પચાસ ટકા નફાની લાલચ આપી વેપારી પાસેથી એક કરોડ ૩૫ લાખની રકમ ની છેતરપીંડી કરવા અંગે ૧૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ હતી, જે ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસનો દોર મુંબઈ સુધી લંબાવ્યા પછી એક નાઇજીરિયન પ્રેમી જોડા સહિત ત્રણની અટકાયત કરી લઈ જામનગર લઈ આવ્યા છે, અને તેઓ પાસેથી કેટલુંક સાહિત્ય પણ કબજે કર્યું છે. અને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સો સાથે સ્થાનિક કોઇની સંડોવણી છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી માધવી એન્ટરપ્રાઇઝ પ્રો. મનોજભાઇ ધનવંતરાય શાહ રહે. જામનગરવાળા સાથે આ કામેના આરોપીઓએ પૂર્વયોજીત કાવતરૂ કરી ફરીને ચોક્કસ ટાર્ગેટ કરી ફરીયાદીના મોબાઇલ નંબર કોઇપણ રીતે મેળવી ફરીયાદી સાથે છેતરપીંડી કરવાના ઇરાદે ટ્રેસી મુરફીએ ફરીને વોટસએપ પર બીઝનેસ કરવા માટે મેસેજ કરી વિશ્રાસમા લઇ CYCLOVIC H50 લે-વેચ બાબતે જણાવી તેમા મોટો નફો મળશે તેમ સમજાવી આ મટીરીયલ્સ એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝ નાસીકમા મળશે તેમ જણાવી કોન્ટેકટ પર્સન વિના શર્માના નંબર આપતા ફરીએ તેમની સાથે વાતચિત કરતા CYCLOVIC H50 મટીરીયલ્સ મોકલી આપવાનુ જણાવતા ટ્રેસી મુરફીએ ડેવીડ હીલેરી ડાયરેકટર (સી.ઇ.ઓ.) એસીનો ફાર્મા સ્યુટીકલ કંપની લંડનનો મો-+૪૪૭૫૨૦૬૩૩૫૨૫ સંપર્ક કરાવી તેઓએ પોતાના પ્રતિનિધી સોફીયા કેનેડીને તા. ૩૧/૦૩/૨૦૨૧ના રોજ ફરી.ની ઓફીસએ આવી એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝમાથી આવેલ મટીરીયલ્સનુ સેમ્પલ લેવડાવી આ સેમ્પલ યોગ્ય હોવાનુ જણાવી ડેવીડ હીલેરી ડાયરેકટર (સી.ઇ.ઓ.) એસીનો ફાર્મા કયુટીકલ કંપનીએ ફરી સાથે ખોટો પરચેઝ ઓર્ડર તૈયાર કરી મેઇલ દ્રારા મોકલી ૧૦૦ લીટર મટીરીયલ્સ ખરીદવાનુ જણાવી ફરીને વિશ્રાસમા લઇ રૂ-૧૩૫૭૫૦૦૦ જેટલી રકમ ફરીયાદી પાસેથી પચાવી પાડી સમજુતી મુજબનો માલ ન આપી વિશ્રાસઘાત અને છેતરપીંડી કરી ગુનો કરેલ હતો

ઉપરોકત ગુન્હાને શોધી કાઢવા અને આરોપીઓને ઝડપી પાડવા સારૂ જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ સુચના કરેલ હોય જે સુચના અન્વયે પોલીસ ઈન્સપેકટર કે.જે.ભોયેના માર્ગદશન હેઠળ આ ગુન્હાને શોધવા માટે પોલીસ સબ ઇન્સ. વાય.બી.રાણા તથા આર.એ.વાઢેર સાહેબના નેતુત્વમા ટીમ બનાવવામા આવેલ હતી અને આ કામે જરૂરી ટેકનીકલી મદદ માટે સાયબર પોલીસ સ્ટેશન ખાતેથી જરૂરી મદદ મેળવવામા આવેલ હતી અને આ કામે ગુન્હામા વપરાયેલ અલગ-અલગ ખાતા ધારકો તેમજ મળેલ મોબાઇલ નંબરો તથા ઇ-મેઇલ એડ્રસો તથા આ કામેની ફર્જી કંપનીના પ્રતિનિધી જામનગર મુકામે આવેલ હોય જેમની એરપોર્ટ ઓથોરીટી તરફથી માહીતી મેળવી આરોપીઓને વેરીફાઇ કરવા કાર્યવાહી હાથ ધરવામા આવેલ હતી

દરમ્યાન ટેકનીકલી તપાસ તેમજ મોબાઇલ નંબરોને એનાલીસીસ કરતા તેમજ થયેલ વાતચિતો તેમજ મોબાઇલના આઇ.એમ.ઇ.આઇ. તપાસતા તેમજ આ કામે આવેલ પ્રતિનિધીની પ્રવાસની માહીતી મેળવતા આ ગેંગ હાલમા મુંબઇ મુકામે હોવાની ખાત્રી થયેલ હતી જેથી મુંબઇ મુકામે આરોપીની તપાસ કરવા તેમજ મળેલ લોકેશન તેમજ માહીતીની ખરાઇ માટે પોલીસ સબ ઇન્સ. આર.એ.વાઢેર તથા તેમની ટીમને મુંબઇ ખાતે મોકલી ગ્રાઉન્ડ લેવલની તપાસ કરી તેમજ ટેકનીકલી મદદ મેળવી તપાસ હાથ ધરી આરોપીઓના લોકેશન મેળવવામા આવેલ હતા અને આ કામેના આરોપીઓ નાઇઝીરીયન (વિદેશી) નાગરીક હોવાનુ જાણવા મળેલ હતુ જેથી આરોપીઓને ઝડપી પાડવા વધુ પોલીસ મદદ માટે પોલીસ સબ ઇન્સ. વાય.બી.રાણા તથા તેમની ટીમની મદદ મેળવી આ કામેના આરોપી અને આ ગુન્હાના મુખ્ય સુત્રધાર અને આ ગુન્હાને નિયંત્રણ કરનાર આરોપી ઓનીયે ઝીલીગબો હેપ્રોચી એ ઉર્ફે ચિમા ઉર્ફે એનથોની ઉર્ફે કોંઝા ઉ.વ.-૪૫ રહે,નિલજે ગાવ ડોંબીવલી(ઇ) મુંબઇ મહારાષ્ટ્રના કાસા રીયો ગોલ્ડ જેનેવ્હીવ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી ડી વીંગ મકાન નં-૧૦૬ મુળ રહે,અનાબ્રા અસાબા નાઇઝીરીયા તથા આ કામેના મુખ્ય આરોપીને મદદ કરનાર અને કંપનીના પ્રતિનિધી બનીને આવેલ મહીલા બેન ઓકોનકવો પરપેચ્યુઅલ ગીફટ ઉર્ફે માઇકલ ગીફટ ઉર્ફે સોફીયા કેનેડી ઉ.વ.-૩૭ રહે,નિલજે ગાવ ડોંબીવલી(ઇ) મુંબઇ મહારાષ્ટ્રના કાસા રીયો ગોલ્ડ જેનેવ્હીવ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી ડી વીંગ મકાન નં-૧૦૬ મુળ રહે,નં-૩ ઇડુમોના કયુઆરટી ઓનિચા યુકેયુ ઇસેલે નાઇઝીરીયાવાળા તેમજ આ ગુન્હામા ખાતામા રૂ-૫૧,૭૫,૦૦૦/- જેટલી રકમ જમા કરાવવામા આવેલ છે તે વાયરલેસ એન્ટરપ્રાઇઝના ખાતાધારક જયેશભાઇ વસંતભાઇ રાહીરાસી ઉવ.૩૨ રહે.ક્રીષ્ના પાટીલ ચાવ વાઘરીવાડા દત મંદીર રોડ વાકોલા બ્રીઝ સાંટાક્રુઝ ઇસ્ટ મુંબઇ વાળાને આ ગુન્હામા ઉપયોગ થયેલ મોબાઇલ ફોન સિમકાર્ડ તથા ફરીયાદીને મળવા આવેલ કંપનીના પ્રતિનિધીએ ધારણ કરેલ ડ્રેસ સહીતનો મુદામાલ મળી આવતા મજકુર તમામના કોવિડ-૧૯ની તપાસણી કરી તા-૦૭/૦૭/૨૦૨૧ ના કલાક-૧૮/૨૦ વાગ્યે ધોરણસર અટક કરવામા આવેલ છે તેમજ મહીલાબેનને તા.૦૮/૦૭/૨૦૨૧ના ક,૧૦/૩૦ વાગ્યે ધોરણસર અટક કરવામા આવેલ છે. અને આ આરોપીઓને નામદાર કોર્ટમા રજુ કરી તૉં-૧૭/૦૯/૨૦૨૧ના ક,૧૫/૦૦ સુધી રીમાન્ડ પર મેળવવામા આવેલ છે.

  આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ ઈન્સપેકટર શ્રી કે.જે.ભોયે સાહેબના સુચના મુજબ પોલીસ સબ ઇન્સ. વાય.બી.રાણા તથા આર.એ.વાઢેર સાહેબના નેતુત્વમા બનાવેલ ટીમ દ્રારા તેમજ સાયબર સેલના પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધેના ટેકનીકલી માર્ગદર્શન મુજબ કરવામા આવેલ છે.

  આ કામગીરીમા પોલીસ ઇન્સ. કે.જે.ભોયે તથા સાયબર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધે તથા પોલીસ સબ ઇન્સ. વાય.બી.રાણા તથા આર.એ.વાઢેર તથા એ.એસ.આઇ. મહેશસિંહ વાળા તથા પોલીસ હેડ કોન્સ. અર્જુનસિંહ આર.જાડેજા તથા રવિન્દ્રસિંહ જાડેજા તથા કુલદિપસિંહ જાડેજા (સાયબર પો.સ્ટે.) તથા પોલીસ કોન્સ તૌસિફભાઇ કાયાણી તથા શીવભદ્રસીહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(3:49 pm IST)