Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જુનાગઢમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ અને ડો.સુભાષ મહિલા કોલેજ દ્વારા અધ્યાપકો માટે વેકસીનેશન કેમ્પ

જુનાગઢ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ  ઉચ્ચ શિક્ષા સંવર્ગ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિસ્તાર જુનાગઢ અને ડો.સુભાષ મહિલા આર્ટસ , કોમર્સ અને હોમ સાયન્સ કોલેજ જુનાગઢના દ્વારા યુનિવર્સિટીની વિવિધ પરીક્ષા આયોજન પુર્વે બાકી રહેલા અધ્યાપકગણના વેકસીનેશન માટે કેમ્પનું આયોજન કરાયું હતું. ઉદઘાટન ભકતકવિ રસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતનભાઇ ત્રિવેદીએ કરી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ-ઉચ્ચ સંવર્ગ અને ડો.સુભાષ મહિલા કોલેજ જુનાગઢની સેવાકીય અને શૈક્ષણીક પ્રવૃતિને બિરદાવી હતી. આ કેમ્પમાં પપ જેટલા અધ્યાપક મિત્રોને વેકસીન આપવામાં આવી હતી. આ તકે પ્રિ.રાજેશ ભટ્ટ, પ્રિ.મગન તાળા, પ્રિ.દિનેશ દઢાણીયા ડો.ઓમ જોશી વગેરેએ હાજરી આપી હતી. સફળ બનાવવા માટે સંઘના અધ્યક્ષ ડો. બલરામ ચાવડા અને મહામંત્રી ડો.વિશાલ જોશી તેમજ જુનાગઢ મહાનગર પાલીકાના ડો.રવી ડેડાનીયાએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમના આયોજન માટે સંઘના કન્વીનર પ્રો.પ્રજ્ઞેશ શાહ અને સંસ્થાના પ્રમુખ અને ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ સહુને અભિનંદન પાઠવ્યા હતા. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:02 pm IST)