Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રૂપાલા તથા માંડવીયા ખરા અર્થમાં પાણીદાર પાટીદાર નેતા સાબિત થયાઃ બાવીશી

અમરેલી તા. ૯ : નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળનું વિસ્તરણ કરતા આઝાદીના આટલા દાયકાઓ બાદ સૌરાષ્ટ્રના મુળ કાઠીયાવાડની મુળ ભુમિ સાથે ખરા અર્થમાં જોડાયેલ પાટીદાર સમાજના લેઉવા તથા કડવા પાટીદાર સમાજના બે દિગ્ગજ નેતાઓ પરસોતમભાઇ રૂપાલા તથા મનસુખભાઇ માંડવીયાને કેન્દ્રીય કેબીનેટમાં કેબીનેટ મંત્રીશ્રી તરીકે સ્થાન પ્રાપ્ત કરતા બંન્ને નેતાઓએ ખરા અર્થમાં પાણીદાર પાટીદાર નેતૃત્વ સાબિત કર્યુ છે. ત્યારે આ અતિ મહત્વના પદને ડાયનેમીક ગ્રુપના પ્રમુખ હરેશ બાવીશીએ આવકારી છે.

આ તકે શ્રી હરેશ બાવીશીએ જણાવ્યું છે કે ગુજરાત રાજયના સબળ નેતૃત્વ તરીકે પંકાયેલા શ્રી રૂપાલા, માંડવીયા કેન્દ્રમાં કેબીનેટ કક્ષામાં સ્થાન પ્રાપ્ત કરીને માત્ર પાટીદાર સમાજનું નહી પરંતુ સમગ્ર કાઠીયાવાડ  ગોહીલવાડ તથા ગુજરાતનું ગૌરવ  વધાર્યુ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીશ્રી ડો. જીવરાજ મહેતાના નાના એવા અમરેલી જિલ્લાને કેન્દ્ર સરકારમાં કેબીનેટનો દરજજો આપીને ખરા અર્થમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીશ્રી તથા અમરેલીના પનોતા સપુત સ્વ. ડો. જીવરાજ મહેતાને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી આપી છે.

(12:58 pm IST)