Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મીતાણા પાસે હોટલના મેદાનમાં ઉભેલ ટ્રકમાંથી ૧૩ લાખનો દારૂ કબ્જે : પાવડરની થેલીઓમાં છુપાવેલ હતો

મોરબી-ટંકારા,તા. ૯: મીતાણા નજીક હોટલના ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક પોલીસે ઝડપી પાડ્યો  છે.

બુટલેગરો દ્વારા અવનવા નુસ્કાઓ અપનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે ત્યારે પાવડરની આડમાં સંતાડેલ દારૂનો મોટો જથ્થો મોરબી એલસીબી ટીમે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી સ્ટાફ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી સ્ટાફના પૃથ્વીસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા અને વિક્રમભાઈ ફૂંગસીયાને બાતમી મળેલ કે મોરબી-રાજકોટ હાઈવે પર મીતાણા ગામની સીમમાં આવેલ શિવ પેલેસ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રેલરમાં પાવડરની આડમાં દારૂ છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો કરતા ત્યાંથી ટેઈલર આર જે જીએ ૩૦૯૪ વાળી પાર્ક કરેલ હોય જેમાં સફેદ પાવડરની થેલીઓની આડમાં વિદેશી દારૂ બોટલ નંગ- ૨૧૦૦ કીમત રૂ.૧૨,૭૭,૪૦૦ તથા ટેઈલર કીમત રૂ.૧૫,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ. ૨૭,૮૨,૪૦૦ સાથે ટેઈલર ચાલક મહેન્દ્રસિંગ ધુકલસિંગ રાવત રહે-ખોખરી થાણું સેંદડા રાજસ્થાન વાળાને પકડી પાડી માલ મંગાવનાર અને માલ મોકલનાર લેખરાજસિંગ રહે-રાજસ્થાન ટ્રક માલિક રજાક કટાત રહે રાજસ્થાન સામે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, દિલીપભાઈ ચૌધરી, પુર્થ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, વિક્રમભાઈ ફૂંગસીયા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા અને સતીશભાઈ વામજાએ કરેલ છે.

(12:56 pm IST)