Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

તું અમારી સામે કતરાય છે કેમ, કહી તલવારથી હુમલો, ત્રણ ઘાયલ

હળવદના નવા કડીયાણા ગામના ઝાંપા પાસે બનેલી મારામારીની ઘટનામાં ચાર શખ્સો સામે ફરિયાદ

(દીપક જાની દ્વારા), હળવદ, તા.૯: ફરિયાદી રાયમલભાઇ સવાભાઇ ઠુંગા (ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે.ગામ-કડીયાણા તા.હળવદ) એ આરોપીઓ અંકિત જાદવજીભાઇ, વનરાજ જાદવજીભાઇ, હકા સમરતભાઇ, જાદવજીભાઇ કાનજીભાઇ (રહે.તમામ ગામ- નવા કડીયાણા તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૭ના રોજ સાંજના છ વાગ્યાથી સાડા છ વાગ્યાના અરસામાં ફરીયાદીનો ભત્રીજો જેના ડ્રાઇવરને બોલાવવા જતા આરોપીઓ ત્યા બેઠા હોય તે બાજુ જોતા એક આરોપીએ કહેલ કે તુ અમારી સામે કેમ કતરાય છે તેમ કહી લાફો મારતા ફરીયાદી તેઓને સમજાવવા જતા આરોપીએ તેના હાથમાની તલવારનો એક ઘા કરતા ફરીયાદીને ડાબા ગાલે તથા છાતીમા મારી તેમજ બીજો ઘા કરતા સાહેદ જીવણભાઇને ડાબા હાથે ઇજા અને બીજા હાથમાની કુહાડીનો ઘા કરતા સાહેદ નવઘણભાઇના પડખામા ઇજા ર્થીઈ હતી. આરોપીઓએ છરી કુહાડી તલવારો જેવા હથીયારો ધારણ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છુટા પથ્થરોના ઘા કરી ફરીયાદીને તથા સાહેદોને ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)