Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અપહરણ-પોકસો-એટ્રોસીટીના ગુન્હામાં આરોપીને ઝડપી લેતી ભુજ એસઓજી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૯ : જે.આર.મોથાલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ તથા શ્રી મયુર પાટીલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકની સુચનાથી એસઓજી પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પો.ઇન્સ.એ.આર.ઝાલાએ આવા આરોપીઓને શોધવા માટે શોધવા માટે ખાસ સુચના આપેલ.

જે અન્વયે એસ.ઓ.જી. પો.હે.કો. અશ્વિનભાઇ પરસોતમભાઇ સોલંકીનાઓને મળેલ સચોટ બાતમી હકિકત આધારે પંચમહાલ જીલ્લાના હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પોકસો. કલમ ૧ર મુજબના  ગુના કામનો આરોપી યોગેશભાઇ રમેશભાઇ બારીયા, રહે. ગામ રામેસરા, તા.હાલોલ, જી.પંચમહાલ વાળાને પલીવાડથી મંગવાણ તરફ જતા એકાદ કી.મી.આગળ રોડની ડાબી બાજુ આવેલ વાડીમાંથી પકડી પાડેલ છે. તપાસ માટે નખત્રાણા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલ.ઇન્સ.એ.આર.ઝાલા સા.ની સુચનાથી પો.હે.કો.અશ્વિનભાઇ સોલંકી, સાજીભાઇ રબારી તથા મહિલા પો.કોન્સ. સીમાબેન ચૌધરી જોડાયેલ હતા.

(11:50 am IST)