Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જસદણ માર્કેટીંગ યાર્ડમાં ડિરેકટરોએ કરેલી નવી જમીન ખરીદીની રજૂઆત મંજૂર

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૯: જસદણ શહેરમાં આવેલા નવા માર્કેટિંગ યાર્ડમાં દિવસેને દિવસે દરેક પાકની વધતી સતત આવક અને ટ્રાફિકની સમસ્યા રહેતી હતી યાર્ડની જગ્યા ટૂંકી પડતી હતી જે અનુસંધાને માર્કેટીંગ યાર્ડના વેપારી ડિરેકટરો મહાવીરભાઈ ધાધલ, અરજણભાઈ રામાણી, પ્રેમજીભાઈ રાજપરા, અશોકભાઈ ચાવ, અને ખેડૂત ડીરેકટરો દેવચંદભાઈ ગોદાની, ધનજીભાઈ જાપડીયા, પ્રાગજીભાઈ કુકડીયા, ભગુભાઈ બસીયા, રણછોડભાઈ કટેસિયા, પ્રવીણભાઈ છાયાણી, જેસિંગભાઈ ડવ, ગેલાભાઈ ગળીયા વગેરે ડીરેકટરોએ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અરવિંદભાઈ તાગડીયાને રજુઆત કરી જે ધ્યાને લઈ સરકારમાં મોકલવામાં આવતા ગુજરાત સરકારે ખેડૂતોનું હિત ધ્યાને લઇ જસદણ માર્કેટિંગ યાર્ડની નવી જગ્યાની ખરીદી માટે મંજૂરી આપી જેથી જસદણ અને વીંછિયા શહેર અને આસપાસના નગરજનોમાં અને ગામડાંઓમાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

(10:17 am IST)