Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ગઢડામાં પોણો ઇંચ : સૌરાષ્ટ્ર-કચ્છના રર તાલુકામાં હળવા-ભારે ઝાપટા

મેઘ વિરામ વચ્ચે મિશ્ર વાતાવરણ યથાવત

રાજકોટ, તા. ૯ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સાર્વત્રિક વરસાદના વિરામના બીજા દિવસે બોટાદ  જીલ્લાના ગઢડામાં પોણો ઇંચ વરસાદ પડયો છે. જયારે રર તાલુકામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

જેમાં અમરેલી, બાબરા, રાજુલા અબડાસા, નખત્રાણા, ભુજ, મુંદ્રા, માંડવી, બરવાળા, બોટાદ, ગારીયાધાર, હળવદ, દેવભૂમિ દ્વારકા, સાયલા, જામનગર, વલ્લભીપુર, શિહોર, જોડિયા, ધ્રોલ, લાલપુર, ધ્રાંગધ્રા, થાનગઢડા ૧ મી.મી. થી માંડીને ૭ મીમી સુધીના એટલે કે હળવા-ભારે ઝાપટા પડયા છે

(3:44 pm IST)