Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

પોરબંદરના નીચાણવાળા વિસ્તાર કડીયા પ્લોટમાંથી ૪૩૦ લોકોનું સ્થળાંતર : વરસાદના પાણી ભરાતા ઘર વખરીને નુકશાન

 પોરબંદર તા. ૯ : નીચાણવાળા વિસ્તાર કડીયા પ્લોટમાં વરસાદના પાણી ઘરમાં ઘુસી જતા ઘરવખરીને નુકશાન થયું છે તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી ૪૩૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

કડીયા પ્લોટમાંથી સ્થળાંતર કરાયેલા લોકોને ત્રણ શાળાઓમાં આશરો આપવામાં આવ્યો છે.

મીણસાર નદીના નંદીના પાણી છાયાં નજીક કર્લી જળાશયમાંથી થઇ ને નીચાણવાળા કડીયા પ્લોટમાં આવતા મોટાભાગના ઘરમાં પાણી ઘુસી ગયેલ છે. અને ઘરવખરીતે નુકસાન થયું છ.ે કોંગ્રેસના અગ્રણી ધર્મેશભાઇ પરમારની આગેવાની હેઠળ નીચાણવાળા વિસ્તારમાં અસરગ્રસ્તોની મદદે પહોંચ્યા હતા અને તંત્રને રજુઆત કરી હતી.

પોરબંદરની ખાડી અસ્માવતી નદીમાં ઉપરવાસથી ઘેડ વિસ્તારમાંથી લોકમાતા ભાદર, ઓઝત, મધુવંતી અને મીણસાર નદીઓના ડેમના દરવાજા ખોલતા ભરપુર પાણીની આવક  શરૂ થયેલી માધુવંતી  નદીના પાણી માધવપુર પાસે પાતાના દરિયામાં સમાય છે જયારે ઓઝત અને ભાદર નવી બંદર મુખમાં  અરબી સમુદ્રમાં ભળે છે અમે મિણસાર દરિયામાં મળે છે. આ નદીઓના  ઉપરવાસના ડેમમાંથી પાણી છોડતા અને સારા વરસાદથી છલોછલ વેહતી હોઇ તેના પુરના પાણી ઘેડ વિસ્તારમાં પ્રતિવર્ષ ચોમાશે પાણી ફરી વળતા અઢીથી ત્રણ મહિના માટે બેટમાં ફેરવાય જાય છ.ે હોડી અને તરાપાની સહાયથી લોકો આવા જાવાં કરે છ.ે તા. રર/જુન/૧૯૮૩ પછી ઘેડ વિસ્તારમાં ભરપુર લોકમાતાના ઘોડા પુર આવ્યા આ ઘોડાપુરના પાણી ઘેડમાં ફરી વળતા મોકરનારણમાં થઇને અસમાવતી નદીમાં પ્રવેશ્યા અને અસ્માવતી નદી આગળ જતા પોરબંદરનું પુરૃં છાયા શહેરના પાદર રતનપર, રાંઘાવાવ થય પ્રવેશી અને છાયાના રણમાં આવે છે. છાયા પાસે ચેક ડેમ બાંધેલ છે. તેમજ પોરબંદરના પ્રવેશ દ્વાર કર્લીખાડી પાસ ેબિરલા કંપનીએ પણ ચેકડેમ બાંધ્યો છે અને મીઠંુ પાણી રોકતુ અને હાલ રિવરફ્રન્ટ સાકાર થયેલ છે. અને કર્લીં ખાડી અને જુબેલીખાડી પુરના પાણી પ્રવેશે છે. જેમાં રેલવે બ્રિજ જુબેલી બ્રિજ લકડી બંદરથી પોરબંદર અરબી સમુદ્રમાં અસ્મવતી ઘાટ પાસેખાડીમાં ે અસ્માવારી નદીનુ સંગમ થાય છે. અસ્માવાતી ઘાટ ૧૯૮૩ના ફલડમાં તણાય ગયો હતો .

ગઇકાલે અસ્માવતી નદી યાને ખાડીમાં ભરપૂર પાણીની આવક થતા પુર આવ્યું અને આ પાણી પટમાંં પથરાય ગયું અને ગાળાથી થોડુક નીચુ રહ્યું છે રેલવે બ્રિજ પર આ જ સ્થિતિ હતી ૧૯૮૩ પછી પ્રથમ વાર આ પાણીની ભરપુર આવક થય છે. છાયા પોરબંદરના રણમાં પણ આ પાણી આવ્યા છે. પરંતુ સાંઢીયા ગટરની સફાઇ  થતી  ન હોય પાણી નિકાલ થતો નથી. 

(12:51 pm IST)