Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

દ્વારકામાં વહીવટી તંત્રની બેદરકારીને લીધે

વરસાદી પાણીના ભરાવાને લીધે આંધ્ર બેન્કનું એટીએમમાં પાણી ભરાતા ૧૦૦ જેટલા વ્યાવસાયિકોને પચાસ લાખની નુકશાનીનો અંદાજ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા યાત્રાધામમાં છેલ્લા એક સપ્તાહના વરસાદના ત્રીજા તબકકામાં ગઇકાલે સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે આજે સવારના છ વાગ્યા સુધીમાં વધુ નવ ઇંચ વરસાદ ચોવીસ કલાકમાં નોંધાયેલ છે જેના પગલે દ્વારકા શહેરના રહેણાંક, વાણીજય, હોટલ, બેન્કો સહિતનાને ખૂબ જ નુકશાનીની અસર પહોંચી છે. રબારી ગેઇટ, ભદ્રકાલી ચોક, ઇસ્કોન ગેઇટ વિસ્તારમાં આવેલી ૧૦૦ જેટલા ધંધાથી અને અન્યોને અસર પહોંચતા નુકસાનીનો અંદાજ નાગરીકોને પચાસ લાખ રૂપિયા આસપાસનો થવા જાય છે. કેટલીક હોટલોના જમીનના સળીયા પણ તુટી ગયા હોય જેના કારણે હોટલના રૂમ, સેલર અને રીસેપ્શનમાં પણ પાણી ભરાય છે. તો બીજી તરફ અનક ધંધાર્થીઓ અને અન્ય વ્યવસાય કરતા વેપાર ધંધાવાળાઓના કોમ્પ્યુટર, લેપટોપ, જનરેટર, ઇનવર્ટર, ફ્રીજ, એર કન્ડીશન જેવી અનેક યંત્ર સામગ્રીઓમાં પાણી ભરાતા નાશ પામી છે.

જયારે દુકાનદારોની ખાદ્ય સામગ્રી વેચાણને પાત્ર હોય તેવા પ્રકારની તથા લોજીંગના અનાજ અને અન્ય ખાનાખરાબી મોટી રકમાં નુકશાન થવા પામી છે.

દ્વારકાના ભદ્રકાલી ચોકમાં આવેલ આંધ્રા બેન્કના એટીએમમાં પાણી ભરાતા એટીએમ મોટા ભાગનું ડુબી ગયૂં હતુંે જેના કારણે એટીએમના રહેલી અંદાજીત ૧પ થી ૧૭ લાખની રોકડ રકમની ચલણી નોટો ભીજાઇ ગઇ હતી પરંતુ બેન્ક સંચાલકોએ ચાલુ વરસાદે પણ પાણીમાં ભીજાયેલ નોટોને કાઢી લીધી હતી.

પરંતુ આ નોટોમાં પણ મહદંશે નુકશાન થયાનો અંદાજ છે એવી જ રીતે આંધ્ર બેન્કની સામે આવેલ વીજયા બેંક એટીએમમાં પણ પાણી ભરાતા ચલણી નોટોને મોટુ નુકશાન થયાનું ચર્ચાઇ રહ્યું છે.

અત્યારે આજે સાંજે બુધવારે સાંજના સાત કલાકે આ સમાચાર લખાઇ રહ્યા છે. ત્યાં સુધી હજુ સુધી નહિવત પ્રમાણમાં ઓછું થયું હોય જેથી વિજ પુરવઠો હજુ બે દિવસ સુધી કાર્યરત થાય તેવી કોઇ શકયતા જણાતી નથી.

(12:02 pm IST)