Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ગારીયાધાર તાલુકામાં યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોમાં ભારે દેકારો બોલ્યો : એગ્રો સેન્ટર ખાતે લાંબી કતારો

ગારીયાધાર, તા. ૯: ગારીયાધાર તાલુકા ખાતે છેલ્લા કેટલાક સમયથી યુરિયા ખાતર મેળવવા માટે ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે દેકારો મચી જવા પામ્યો છે. વહેલી સવારથી જ ખાતર મેળવવા લાઇનોમાં ઉભુ રેવા છતાં ખાતર મળતું ન હોવાની વ્યાપક પ્રમાણમાં ફરીયાદ ઉઠવા પામી છે.

સમગ્ર ગારીયાધાર તાલુકામાં છેલ્લા ૧૦ દિવસથી વરસાદ સારો વરસતા ખેડૂતોના મોઢા મલકાયા હતા. સમયસર ઇશ્વરની કૃપાથી વાવાણી થઇ જતા હાલ વાવેતરમાં સારો ચવા હોવાથી ખેડૂતોને જીવમાં જવા પ્રાણ પુરાયા છે. પરંતુ સમયસર વરસાદની સાથે યોગ્ય અને પૂરતા પ્રમાણમાં ખાતરની જરૂરીયાત હોવાથી છેલ્લા પ દિવસ દિવસથી ખેડૂતો દ્વારા ખાતર લેવા માટે પડાપડી થઇ રહી છે, પરંતુ સમયસર તંત્રના પાપે ખેડૂતોને ખાતર ન મળતું હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળે છે.

વહેલી સવારથી પોતાના કામો મૂકી એગ્રો સેન્ટરો ખાતે ખાતર મેળવવા માટે લાઇનોમાં ઉભુ રહેવું પડે છે. ર થી ૩ કલાક સુધી ઉભા રહેવા છતાં ખાતર મળતું નથી. જયારે આ બાબત તપાસ કરતા જિલ્લા કક્ષાએથી ખાતરની ફાળવણી ઓછી કરતી હોવાની રાવો જોવા મળે છે. ઓછામાં મમળતુ ખાતર પણ તંત્રના નજીકના મળતીયાઓને વહેલુ મળતું હોવાથી સામાન્ય ખેડૂત ભારે મુશ્કેલમાં મૂકાય છે.

આ બાબતે જીલ્લા તંત્ર સ્થાનિક રાજયકીય નેતાઓ દ્વારા આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

(9:36 am IST)