Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેલર પાછળ ડમ્પર ઘુસી જતા ડમ્પરચાલકનું મોત

મોરબી તાલુકા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

મોરબીના રફાળેશ્વર ગામ નજીક રાત્રીના સુમારે એક ટ્રેલર પાછળ ડમ્પર ઘુસી ગયું હોય જે અકસ્માતમાં ડમ્પરચાલકનું મોત થયું છે જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
કચ્છના ભચાઉના રહેવાસી ગણેશભાઈ મીઠાભાઈ ગરવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મોટા બાપુનો દીકરો બાબુભાઈ માનણભાઈ ગરવા તેના ડમ્પર જીજે ૧૨ એઝેડ ૩૩૦૮ માં માટી ભરીને મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે ફેરો કરવા ગયો હોય રાત્રીના સુમારે મોરબી વાંકાનેર નેશનલ હૈયાવે પર રફાળેશ્વર ગામ નજીક ટ્રેઇલર જીજે ૩૬ ટી ૯૭૯૭ વાળું હાઈવે રોડ પર ભયજનક રીતે ઉભું રાખેલ હોય જેથી બાબુભાઈનું ડમ્પર તેની સાથે અથડાયું હતું જે અકસ્માતમાં ડમ્પરચાલક બાબુભાઈ ગરવાનું ગંભીર ઈજા થતા મોત થયું છે મોરબી તાલુકા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

(7:19 pm IST)