Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ભાવનગરમાં સ્‍વ.પ્રતાપભાઇ શાહની પુણ્‍યતિથિએ મેડિકલ અને રકતદાન કેમ્‍પઃ

ભાવનગરઃ સ્‍વ. પ્રતાપભાઈ તારાચંદ શાહની પ્રથમ પુણ્‍યતિથિ નિમિત્તે દિપક હોલ ખાતે સ્‍વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્‍ટ અને ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા મેગા મેડિકલ યોજાયો, જેમાં હદયરોગ, ડાયાબિટીસ અને બી.પી.ના રોગ તેમજ આંખોના રોગના નિદાન અને સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં અક્ષરવાડી ભાવનગરથી શ્રી સોમપ્રકાશ સ્‍વામી તેમજ રાજયના શીક્ષણ મંત્રી જીતુભાઈ વાદ્યાણી તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રગટાવી કેમ્‍પને ખુલ્લો મુકાયો હતો. તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોએ સ્‍વ.પ્રતાપભાઈની તસ્‍વીરને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. મેયર કિર્તિબેન દાણીધારિયા એ ઉપસ્‍થિત રહી કેમ્‍પની મુલાકાત લીધેલ અને પ્રોત્‍સાહન આપેલ. આ કાર્યક્રમમાં ગીરીશભાઈ શાહ, જયંતભાઈ વનાણી, ભરતભાઈ શાહ, ડો.એમ.જી.દેસાઇ, અશોકભાઈ શેઠ, ગૌરવભાઈ શેઠ, અરુણ મહેતા, હરેશભાઈ પરમાર, તારકભાઇ શાહ, જીતુભાઈ ઉપાધ્‍યાય, કિરીટભાઇ સોની, હરેશભાઇ પરમાર, ડો પ્રકાશભાઈ ભટ્ટ, બકુલભાઈ ચતુર્વેદી, શ્રી.ડી.કે.વ્‍યાસ,ભારતીબેન ગાંધી, દેવચંદભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. ૨૪૧ દર્દીઓએ મેડિકલ કેમ્‍પનો લાભ લીધો. જેમાં ડો.શૈલેષભાઈ ત્રિવેદી (એમડી, ફીજીશીયન) અને ડો. અશેષભાઈ મહેતા (આઈ સર્જન) દ્વારા નિદાન અને માર્ગદર્શન આપવામાં આવેલ. અને ૯૭ દર્દીઓ હ્રદયરોગ અને બી.પી. ડાયાબિટીસના થયા. જેમાથી ૨૩ દર્દીને ઇસીજી/કાર્ડિયોગ્રામ રિપોર્ટ રિપોર્ટ કરી આપવામાં આવ્‍યા અને દરેક દર્દીની ડાયાબિટીસની તપાસ કરી ૫૫ ડાયાબિટીસના રિપોર્ટ કરવામાં આવ્‍યા. તેમજ ૨૩ યુનિટ બ્‍લડ ડોનેશન પણ થયેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રેડક્રોસ સોસાયટીના ચેરમેનશ્રી ડો.મિલનભાઈ દવે, વાઇસ ચેરમેનશ્રી સુમિતભાઇ ઠક્કર, મંત્રીશ્રી વર્ષાબેન લાલાણી, ખજાનચીશ્રી નરેન્‍દ્રભાઈ ત્રિવેદી, પરેશભાઈ ભટ્ટી, માધવભાઈ મજેઠીયા, કાર્તિકભાઈ દવે વગેરે હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. મેડીકલ કેમ્‍પ તથા રકતદાન કેમ્‍પની તસ્‍વીરો (તસ્‍વીરઃ વિપુલ હિરાણી-ભાવનગર)

(11:21 am IST)