Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ખંભાળિયામાં ધન્‍વંતરી આરોગ્‍ય રથને એક વર્ષ પૂર્ણ

જામખંભાળીયા,તા.૬ :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત સરકારના ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ તથા જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. (GVK EMR) દ્વારા ચાલી રહેલા ધન્‍વંતરી આરોગ્‍ય રથને એક વર્ષ પૂર્ણ થતાં ખંભાળિયામાં ઉજવણી કરવામાં આવી હતી.
 મુખ્‍ય મહેમાન તરીકે ખંભાળિયામાં બાંધકામ બોર્ડ વિભાગમાં ફરજ બજાવતા ભાવેશભાઈ નકુમ, પ્રોજેક્‍ટ કો. ઓર્ડીનેટર જયેન્‍દ્ર સોલંકી સાથે દેવભૂમિ દ્વારકાના ધન્‍વંતરી આરોગ્‍ય રથનો તમામ સ્‍ટાફ જોડાયો હતો. ઉપસ્‍થિત સ્‍ટાફ દ્વારા કેક કાપીને આ ઉજવણી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા ધન્‍વન્‍તરી ટીમમાં હાલ ડોક્‍ટર તરીકે  નિશાબેન, લેબ ટેકનીશિયન દિશા ગોહેલ, ફાર્માસીસ્‍ટ સચીન કણઝારીયા, પેરામેડિક લાલજીભાઈ ડાભી, પાઇલોટ ધર્મેન્‍દ્રસિંહ ફરજ બજાવે છે.
 છેલ્લા એક વર્ષ દરમિયાન દેવભૂમિ દ્વારકા ધન્‍વન્‍તરી ટીમ દ્વારા ૩૪,૧૦૦ લોકોને બાંધકામ સાઇટ પર જ સઘન સારવાર આપવામાં આવી હતી. સાથે જરૂર પડ્‍યે દર્દીઓના સ્‍થળ પર જ જરૂરી લેબ ટેસ્‍ટ પણ કરવામાં આવ્‍યા હતા. જિલ્લાના આ એકમાત્ર રથ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૧૦૫૨ જેટલી બાંધકામ સાઈટ પર સેવાઓ આપવામાં આવી હતી.

 

(11:06 am IST)