Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

જસદણના આંબરડીમાં સમૂહ લગ્નોત્‍સવ સંપન્‍ન : ૨૭ નવદંપતીઓના પ્રભૂતામાં પગલા

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ,તા. ૯: જસદણ તાલુકાના આંબરડી ગામે કડુકા સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૧ માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ૨૭ નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્‍યા હતા. કડુકા સમૂહલગ્ન સમિતિ દ્વારા આજદિન સુધીમાં ૭૩૦ દીકરીઓના સમૂહલગ્ન કરવામાં આવ્‍યા છે. આ તકે પ્રીન્‍સીબેન ઝાપડાએ ગણિત-વિજ્ઞાનની પરીક્ષામાં રાજયએ કેન્‍દ્રમાં એવોર્ડ પ્રાપ્ત કરતા તેમનું સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આંબરડી મુળવાનાથ જગ્‍યાના મહંત ગણેશભગત, શ્રીનારાયણ ભગત, શ્રીભલાભગત તેમજ ગેડીયા જગ્‍યાના મહંત શ્રીનારણદાસબાપુ, કંધેવાળીયાના મહંત જીલુબાપુ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોદ્યરા, જસદણના ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળીયા, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, જસદણ તાલુકા ભાજપના મહામંત્રી વનરાજભાઈ ખીટ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.
તકે સમાજના શ્રેષ્ઠીઓ કે.કે.ભરવાડ, હરિભાઈ ભરવાડ, બાવળાવાળા ગેલાભાઈ ઝાપડા, અમદાવાદવાળા આંબાભાઈ હાડગરડા, રાજકોટ ડેરીના ડાયરેક્‍ટર ભરતભાઈ ખેર, અંકલેશ્વરવાળા કિરીટભાઈ ભરવાડ, બાવળાવાળા વાલાભાઈ ગમારા સહિતના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સમાજના શ્રેષ્ઠી દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ સમૂહલગ્નના આયોજન નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પોપટભાઈ માલધારી, દેવલબેન ભરવાડ, પિયુષ મિષાી, અર્જુન દુધરેજીયા સહિતના નામી-અનામી કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. આ સમૂહલગ્ન સમારોહ દરમિયાન ૧૫ થી ૨૦ હજાર લોકોએ પ્રસાદનો લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી.

 

(11:04 am IST)