Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ રમણિકભાઇનું સન્‍માનઃ

ઉપલેટા : જીલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ નગરપતિ આગેવાન રમણીક લાડાણીના તાલુકા ભાજપ પ્રમુખ હોદા ઉપર નિમણુંક થતાં શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારના આગેવાનોમાં હર્ષ છવાઇ ગયેલ છે. નગરપાલીકામાં તેમના શાસનકાળ દરમ્‍યાન રોડ રસ્‍તા પીવાના પાણી શાળા કોલેજોના નવા બિલ્‍ડીંગો સહીતના વિકાસના કામોને આજે પણ પ્રજા ભૂલી નથી તેમનું ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો અને પત્રકારોની હાજરી વચ્‍ચે સાંસદ રમેશભાઇ ધડુક દ્વારા અભિવાદન કરવામાં આવ્‍યુ હતુ તે તસ્‍વીર.

(11:02 am IST)