Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

આઝાદ ક્‍લબ કેશોદ ખાતે જુનાગઢ જિલ્લા ગ્રામ્‍ય વોલીબોલ શૂટિંગબોલ સ્‍પર્ધા

કેશોદઃ આઝાદ કલબ દ્વારા જીલ્લા ગ્રામ્‍ય વોલીબોલ શુટીંગ બોલ સ્‍પર્ધા યોજવામાં આવી જેમાં કેશોદનાં ધારાસભ્‍ય અને પશુપાલનᅠ ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ તથા આઝાદ કલબના હોદેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. કેશોદની આઝાદ ક્‍લબ જે આઝાદીના સમયથી રમત ગમત ક્ષેત્રે ગુજરાતમા આગવું સ્‍થાન ધરાવે છે અને જયાં બારેમાસ વોલીબોલ રમાતી રહી છે આ સંસ્‍થામાં નવા વરાયેલા પ્રમુખ હમીરસિંહ વાળાનાં પ્રયત્‍નોથી કેશોદ આઝાદ ક્‍લબમાં જિલ્લા કક્ષાની જુનાગઢ જિલ્લા ગ્રામ્‍ય વોલીબોલ શુટીંગ સ્‍પર્ધાᅠ ખેલ મહાકુંભ અંતર્ગત યોજવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ગુજરાત સરકારના પશુપાલન મંત્રી દેવાભાઇ માલમ. ટ્રસ્‍ટી દિનેશભાઈ કાનાબાર, હદવાણી સાહેબ. જિલ્લા રમત ગમત અધિકારી વિશાલભાઇ દીહોરા. નગર પાલિકા ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્‍યાસ. તથા આઝાદ ક્‍લબના પૂર્વ પ્રમુખ ડો.રાજેશ સાંગાણી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા આ તકે મંત્રીશ્રીનું સન્‍માન પુષ્‍પગુચ્‍છથી દિનેશભાઈ કાનાબાર ડાઙ્ઘ સાંગાણી તથા હમીરસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ દેવાભાઇ માલમ દ્વારા ટોસ ઉછાળી સ્‍પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી આ સ્‍પર્ધામાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ૪૦ વર્ષથી ઉપરની વય જૂથમાં અજાબ પ્રથમ અને આઝાદ ક્‍લબ દ્વિતીય ક્રમે રહી હતી જયારે ઓપન વિભાગમાં ચોરવાડ પ્રથમ સ્‍થાને અને શીલ દ્વિતીય ક્રમે વિજેતા રહી હતી. જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ દિહોરા તથા કન્‍વીનરᅠ અલ્‍તાફભાઈ સિડા દ્વારાᅠ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા રેફરી તરીકે ડોડીયા દ્વારા સેવા આપવામાં આવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ સંજય દેવાણીઃ કમલેશ જોશીઃ કેશોદ)

(10:39 am IST)