Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

સ્વચ્છ જામનગરની માત્ર ગુલબાંગો

 સ્વચ્છ ભારત અભિયાન માટે છાસવારે નાટકો થઈ રહ્યા છે. લોકોમાં સ્વચ્છતા જાગૃતિ માટે સરકાર અવનવા પ્રયોગો કરી રહી છે અને આ અભિયાન પાછળ અબજો રૂપિયાનું આંધણ થઈ ચુકયુ છે, પરંતુ સરકારી તંત્ર અને અબુધ લોકોના સંયુકત પરિણામે હજુ આ અભિયાનમાં જોઈએ તેવી સફળતા મળી નથી. ઉપરોકત તસ્વીર જામનગરના જૂના રેલ્વે સ્ટેશન સામે આવેલ ગીતા બિલ્ડીંગ પાછળના રોડ પરની છે. ૩૬૫ દિવસ અને ૨૪ કલાક ગંદકીનો અહીં વાસ રહે છે. ડે. કલેકટર, કોર્ટના જજશ્રીઓ, જીલ્લા પોલીસ વડા એટલે કે સરકારના ઉચ્ચ અધિકારીઓના બંગલાઓની બરાબર પાછળના આ વિસ્તારમાં કાયમી અડીંગો જમાવી ચુકેલી આ ગંદકીના નિકાલ માટે સરકારી તંત્ર અને મહાનગરપાલિકા કેટલી ચિંતિત છે તેનુ આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય...(તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(1:01 pm IST)