Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

જેતપુરના નવાગઢમાં કપાયેલા ગૌવંશના અંશોની શાસ્ત્રોકત રીતે દફનવિધિ

જેતપુર, તા. ૯ :. નવાગઢમાં ગેરકાયદેસર કતલખાના ચાલતા હોય પોલીસે ગઈકાલે રેડ કરતા ૨ મહિલા, ૧ પુરૂષને કપાયેલ ગૌવંશ સાથે ઝડપી લીધેલ. જ્યારે અન્ય નાસી છૂટેલ પોલીસે તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અત્રેના નવાગઢ વિસ્તારમાં ગૌવંશની કતલ કરવામાં આવી હોવાની બાતમીના આધારે રેડ કરતા બે જુદી જુદી જગ્યાએથી ૪૦૦ કિલો જેટલુ ગૌમાંસ મલી આવેલ ઉપરાંત ૧૦ જેટલી ગાયોને પણ કતલ કરવાના ઈરાદે રાખેલ હોય તેને છોડાવી પાંજરાપોળ ખાતે મોકલી આપેલ. ગૌમાંસ સાથે સિકંદર ગુલમામદ તરકવાડીયા અને બે મહિલા રોશન અલી લાખાણી અને તેની પુત્રી આશિયાને કુલ ૩,૩૫,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ. જ્યારે આ રેડ દરમિયાન ઈમ્તીયાઝ લાખાણી, જાબીર લાખાણી, તૌફીક ઉર્ફે ભુપો લાખાણી, શબ્બીર તરકવાડીયા, અશફાક તરકવાડીયા, રજાક કારવા, રફીક કારવા, અમીન તરકવાડીયા, અમીન હબીબ ખોરાણી નાસી છુટેલ હોય તમામ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ.

આ રેડ દરમિયાન મળી આવેલ ગૌવંશના કપાયેલ અંશોને પુરા માનસન્માન સાથે તેની દફનવિધિ કરવાનું નક્કી કરતા સીટી પીઆઈ વી.કે. પટેલ, પીએસઆઈ ખરાડી, પીએસઆઈ ચાવડા, સ્ટાફાના નારણભાઈ પંપાણીયા, ભાવેશભાઈ ચાવડા, સંજયભાઈ પરમાર, લખુભા રાઠોડ, ચેતનભાઈ ઠાકોર, રામજીભાઈ ગરેજા તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા, સદસ્ય વિજયભાઈ વ્યાસ સહિતનાએ પાલિકાના ડમ્પીંગ સાઈટ પર ખાડો કરાવી ત્યાં વિદ્વાન બ્રાહ્મણ જીતુભાઈ વ્યાસે મંત્રોચ્ચાર કરી પુરી હિન્દુ વિધિથી દફનવિધિ કરી હતી. આ માનવતાવાદી કામગીરીથી પોલીસની સરાહના થઈ રહી છે. ઉપરાંત ગૌભકતોએ એવી પણ માંગ કરી છે કે ગૌવંશની કતલ કરનારાઓને આકરી સજા કરવામાં આવે.

(12:59 pm IST)