Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં બફારોઃ ભાવનગરમાં ૩૪ કિ.મી.ની ઝડપે પવન

વહેલી સવારથી જ મહત્તમ તાપમાનમાં વધારો

રાજકોટ તા. ૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો અનુભવ યથાવત છે અને અસહય બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

સવારના સૂર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ અસહ્ય ઉકળાટ બાદ બપોરના સમયે મહત્તમમાં વધારો થાય છે અને મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી નજીક પહોંચી જતા બપોરે લોકો પરસેવે રેબઝેબ થાય છે.

 રાજયમાં કાળઝાળ ગરમીમાં રાહત મળશે તાપમાનનો પારો નીચે જવાની હવામાનઙ્ગ વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં પ્રિ-મોનસૂન એકિટવિટીની શરૂઆત થઈ ગઈ છે અને તેના પગલે આગામી ૧૦-૧૨ મે દરમિયાન થન્ડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે.

ઙ્ગ હવામાન વિભાગની આગાહી મુજબ આ દિવસો દરમિયાન રાજયમાં વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદ વરસશે. આ દિવસો દરમિયાન પવનની ગતિ ૩૦ ૪૦ કિલોમિટર પ્રતિ કલાકની રહેશે. વીજળીના ચમકારા સાથે ૧૦ તારીખથી  રાજયના બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી છે. ૧૧ તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે આગાહી આપવામાં આવી છે. ૧૨ મેના રોજ રાજયમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, સુરેન્દ્રનગર માટે વોર્નિંગ  આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પાકિસ્તાન તરફથી ફૂંકાતા પવનના કારણે વાતાવણમાં પલટો જોવા મળશે. એક તરફ ઊનાળો આકરા પાણીએ છે ત્યારે ફરી એક વાર રાજયમાં વાતાવરણમાં પલટો થતાં રાજયવાસીઓને ગરમીથી રાહત મળે તેવી વકી છે.

ભાવનગર

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં મહમત તાપમાનમાં ઘટાડો અને  તેજ પવન ફુંકાવા છતાં બપોરે આકરી ગરમી અનુભવાય છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૭.૦ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૬.ર ડીગ્રી નોંધયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા અને પવનની ઝડપ ૩૪ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

જામનગર :..  આજનું હવામાન ૩પ.પ મહત્તમ, ર૪.પ લઘુતમ ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલુ તાપમન

રાજકોટ તા. ૯ :.. ગઇકાલે ગુજરાતમાં નોંધાયેલ મહત્તમ તાપમાન નીચે મુજબ છે.

શહેર

મહત્તમ તાપમાન

અમદાવાદ

૪૧.૩ ડીગ્રી

ડીસા

૪૦.ર  ડીગ્રી

વડોદરા

૪૦.ર  ડીગ્રી

સુરત

૩૩.૪  ડીગ્રી

રાજકોટ

૪૦.૮  ડીગ્રી

ભાવનગર

૩૭.૦  ડીગ્રી

પોરબંદર

૩પ.પ  ડીગ્રી

વેરાવળ

૩ર.૮  ડીગ્રી

દ્વારકા

૩૧.૪  ડીગ્રી

ઓખા

૩ર.૧  ડીગ્રી

ભુજ

૩૮.ર  ડીગ્રી

નલીયા

૩૪.ર  ડીગ્રી

સુરેન્દ્રનગર

૪૧.૦  ડીગ્રી

ન્યુકંડલા

૩૭.પ  ડીગ્રી

કંડલા એરપોર્ટ

૪૦.૬  ડીગ્રી

અમરેલી

૪૧.૦  ડીગ્રી

ગાંધીનગર

૪૧.૦  ડીગ્રી

મહુવા

૩૩.૪  ડીગ્રી

દિવ

૩૩.૯  ડીગ્રી

વલસાડ

૩૩.૪  ડીગ્રી

વલ્લભવિદ્યાનગર

૩૯.૮  ડીગ્રી

(11:40 am IST)