Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

માણાવદર પંથકમાં એન્ટીજન કીટમાં ૧૪૨ પોઝીટીવ કેસ આવ્યાની ચર્ચા

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર, તા. ૯ :. માણાવદર પંથકમાં કોરોનાનો કહેર વધતો હોય દિન-પ્રતિદિન એન્ટીજન કિટમાં પોઝીટીવ કેસો આવતા હોવાનુ બહાર આવ્યુ છે ત્યારે ૫૫ ગામો વચ્ચે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર વગરની ઓફિસ છે. જે ઈન્ચાર્જ બ્લોક હેલ્થ ઓફિસર કોરોનાની ઝપટે ચઢી ગયાની આમ જનતામાં ચર્ચા થઈ રહી છે.

વિગતોનુસાર ૧૪૨ કોરોના કેસો આજે એન્ટીજન કિટ ટેસ્ટમાં ડિટેકટ થયાની ચર્ચાએ જોર પકડયુ છે. તા. ૭-૪-૨૦૨૧માં ૧૪૫થી વધુ કોરોના કેસો કિટ ટેસ્ટમાં આખા તાલુકામાં આવ્યાની પણ ચર્ચા છે. શહેરમાં આજે ૫૦થી વધુ કોરોના ટેસ્ટ એન્ટીજન કિટમાં આવ્યાનું જાણવા મળે છે ત્યારે છેલ્લા અનેક દિવસોથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બ્લોક હેલ્થ ઓફિસરની કાયમી નિમણૂક જ નથી ત્યારે કામગીરી શું થશે ? લોકોની માનવ જીંદગી સાથે ચેડા બંધ કરવા આમ જનતામાં ચર્ચા થઈ રહી છે. દરરોજ પીએચસી સેન્ટરોમાં લાઈનો લાગી છે. લોકોમાં ભય પેશી ગયો છે ત્યારે યોગ્ય કરવા આમ જનતામાંથી લોક માંગ ઉઠવા પામી છે. સ્થાનિક લેવલે કોવિડ-૧૯ સારવાર ચાલુ થાય તેમ ઈચ્છી રહ્યા છે. ગરીબ દર્દી કેમ ખર્ચી શકે પૈસા નથી તો ?

(11:29 am IST)