Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦માં એસ્સાર પોટ્ર્સનાં કાર્ગો સંચાલનમાં ર૩ ટકાની વૃદ્ધિ

જામનગર તા. ૯: ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારાના દરિયા કિનારા પરસ્થિતિ ચાર ટર્મિનલ્સનું સંચાલન કરતો એસ્સાર પોટ્ર્સના વ્યવસાયે નાણાકીય વર્ષ ર૦૧૯-ર૯ માં ૪૯.રર મિલિયન ટન (એમટી) થ્રુપુટ સાથે કાર્ગો વોલ્યુમમાં ર૩.પ ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

ચોથા ત્રિમાસિક ગાળાની દ્રષ્ટિએ ટર્મિનલે કાર્ગોમાં ૪.૬૩ ટકાની વૃદ્ધિ સાથે ૧૧.૦૮ એમટીનું થ્રુપુટ મેળવ્યું છે.

આ કામગીરી વિશે એસ્સાર પોટ્ર્સ લિમીટેડના એમડી. અનેસીઇઓ રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે, 'અમે કાર્યકારી કાર્યદક્ષતા વધારવા અને કામગીરીને અસરકારક બનાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના પગલે ઉંચી વૃદ્ધિ નોંધાવવામાં મદદ મળી છે. ભારતીય અર્થતંત્રમાં વધતી કામગીરીથી સતત સરેરાશ ક્ષેત્રીય વૃદ્ધિદર કરતા વધારે વૃદ્ધિ મેળવવામાં મદદ મળી છે જયારે કોવિડ-૧૯ રોગચાળાને નિયંત્રણમાં લેવા વિવિધ પગલાં લેવાથી કેટલીક મર્યાદાઓમાં વધારો થયો છે, ત્યારે અમારી સુવિધાઓનું વધારે મિકેનાઇઝેશન તેમને કામગીરી કરવા અને ગ્રાહકોને સેવા આપવા સક્ષમ બનાવે છે, જેથી તેમને દેશની જરૂરીયાતો પૂર્ણ કરવા કાર્ગો સંચાલન માટે સુવિધા મળી છે.'

એસ્સાર પોટ્ર્સ વિશે

એસ્સાર પોટ્ર્સ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પોર્ટ અને ટર્મિનલ ડેવલપર્સ અને ઓપરેટર્સમાંની એક કંપની છે. કંપનીએ ભારતના ત્રણ રાજયોમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાના પાંચ પોર્ટ વિકસાવવા માટે રૂ.૧૧.૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. એની હાલની કામગીરી ચાર ટર્મિનલમાં ફેલાયેલી છે, જેથી સંયુકત ક્ષમતા ૧૧૦ એમટીપીએ છે. જે ભારતની પોર્ટ ક્ષમતામાં અંદાજે પાંચ ટકા હિસ્સો ધરાવે છે. કંપની નોન-કન્ટેનરાઇઝ બલ્ક કાર્ગો સ્પેસમાં લીડર છે. નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં ૪૦ એમટીના થ્રુપુટ સાથે એસ્સાર પોટ્ર્સ ચાલુ નાણાકીય વર્ષમાં ૬૦ એમટીનૂં સંચાલન કરે એવી અપેક્ષા છે.

એસ્સારના તમામ પોર્ટ ટર્મિનલ પર કાર્ગો સંચાલન માટેઆધુનિક માળખાગત સુવિધાનો ઉપયોગ થાય છે અને નજીકથી મધ્યમ ગાળામાં બમણી ક્ષમતા હાંસલ કરવા સજ્જ છે. એટલે કંપનીએ કાર્ગો થ્રુપુટ વધારવા ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વર્ષર૦ર૦ સુધીમાં દેશમાં પોર્ટ ક્ષમતા વધારીને ૩,૧૩૦ એમટી કરવાના ભારત સરકારનાં મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પાર પાડવામાં અર્થસભર પ્રદાન કરે છે.

ભારતની બહાર એસ્સાર પોર્ટની મિલકતોમાં બ્રિટનમાં લિકિવડ ટુર્મિનલ અને મોઝામ્બિકનાં બેરા પોર્ટ પર વિકાસનાં તબક્કામાં કોલસાની ગોદી સામેલ છે.

(1:43 pm IST)