Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

લોકડાઉન વચ્ચે જેતપુરમાં પાનના ગલ્લામાંથી તમાકુ-સિગરેટની ચોરી

તમાકુ, સિગારેટનો જથ્થો સાથે તસ્કરો LCD ટીવી પણ સાથે લઈ ગયા

જેતપુર : લોકડાઉન વચ્ચે જેતપુરમાં ચોરીની ઘટના સામે આવી છે. જેતપુરના બળદેવ ધાર વિસ્તારમાં પાનના ગલ્લામાં ચોરીની ઘટના બની છે. જેમાં તમાકુ, સિગારેટનો જથ્થો ચોરી કરી શખ્સો ફરાર થયા છે. તસ્કરો LCD ટીવી પણ સાથે લઈ ગયા હતા. રાત્રિ દરમિયાન તસ્કરોએ પાનના ગલ્લાને નિશાન બનાવ્યું છે.

(1:22 pm IST)