Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ભોગાવો નદી કાંઠેથી રેતી ચોરી અટકશે?

વઢવાણ,તા.૯:સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૪૪ની કલમ લગાવી હોવા છતાં અને લોકડાઉનની પરિસ્થિતિ હોવા છતાં પણ ભુ માફિયાઓ દ્વારા નદીમાંથી રોજના ૫૦થી વધુ ટ્રેકટરો દ્વારા ગેરકાયદેસર રીતે ભરીને રેતી ચોરી કરવામાં આવતી હોવાની જિલ્લામાં રાવ ઉઠી છે.

ખાસ કરીને વઢવાણ વિસ્તાર રતનપર વિસ્તારમાં હાલ ભોગાવા કાંઠા ઉપર હિટાચી મશીન અને ટ્રેકટર દ્વારા રેતી ભરીને ગેરકાયદેસર રીતે કરોડોની આવક ઉપજવામાં આવી રહી છે. પોલીસ સ્ટાફ અને વહીવટી તંત્ર કોરોનાવાયરસના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બંદોબસ્ત કરી રહ્યો છે.

આ બાબતનો લાભ ઉઠાવીને ખનીજ માફિયાઓ દ્વારા ભોગાવો નદી કાઠી થી રેતીની વિપુલમાત્રામાં ચોરી કરવામાં આવી રહી છે. સામે તપાસની જરૂર છે.(

(1:09 pm IST)