Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ભાવનગર :મંત્રી મંડળની બેઠકમાં રાજ્યમંત્રી વિભાવરી બેન દવે વિડીયો કોન્ફરન્સ થકી જોડાયા

ભાવનગર તા.૯ : જિલ્લા કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજય શિક્ષણમંત્રી  વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. આ વિડીયો કોન્ફરન્સમાં વડોદરા, વલસાડ, પાટણ, ભરૂચ, દાહોદ, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, પંચમહાલ, બોટાદ, અમરેલી તથા જૂનાગઢના કલેકટરશ્રી, કમિશ્નરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ એસ.પી. સહિતના અધિકારીશ્રીઓ જોડાયા હતા.

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સમા જણાવ્યું હતુ કે હાલ રાજયમા ૧૭૯ કેસ પોઝીટીવ છે. જેમા ૧૬ લોકોના મૃત્યુ, ૨૫ લોકો સાજા થયા છે તેમજ ૧૩૬ લોકો સ્થિર અને ૨ દર્દી વેન્ટીલેટર પર છે. કોરોના વાયરસની અસર ગુજરાતના દરેક જિલ્લામા જોવા મળી રહી છે ત્યારે રાજયના ૪ મુખ્ય શહેર અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટમાં કુલ ૨,૨૦૦ બેડ તેમજ બાકીના જિલ્લાઓમાં કુલ ૩,૨૦૦ બેડની કોવીડ-૧૯ માટેની હોસ્પિટલ કાર્યરત કરાશે. ૨૬ જિલ્લામાં કુલ ૩૧ પ્રાઈવેટ હોસ્પિટલોમાં ૪,૦૬૪ બેડનીપણ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને આ વાઇરસથી બચવા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને દ્યરમાં રહે તેમ જણાવ્યુ હતું. રાજયમાં ચાલતી ટેલીફોન કંપનીઓ મારફતે ધરમાં રહેવા માટે મેસેજ આપવામા આવ્યા હતા.

તાવ, ખાંસી કે શ્વાસ લેવામા તકલીફ પડે તો હેલ્પલાઈન નંબર ૧૦૪ પર ફોન કરવો તેમજ સતર્ક રહો સુરક્ષીત રહોના સ્લોગનોથી ઘરમાં રહેવા જણાવવામા આવ્યુ હતું. રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ વિડીયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જિલ્લામા તકેદારીના ભાગરૂપે કરવામા આવતી દરેક કામગીરી તેમજ હોસ્પિટલમાં કરવામાં આવેલ કામગીરીની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૃં પાડ્યું હતું તેમજ થયેલ કામની સમીક્ષા કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ભાવનગર જિલ્લામા મનરેગા હેઠળ ૯૯% અન્નઆયોગ હેઠળ ૧૦૦% કામ પુર્ણ કરેલ છે. અન્નબ્રહ્મ યોજના હેઠળ કુલ ૮,૯૮૯ લોકોને સામગ્રી પુરી પાડી છે. જિલામા પોલીસ દ્વારા કરવામા આવતી અસરકારક અમલવારીને બિરદાવી હતી તેમજ હોસ્પિટલમા જરૂરી સાધનો/ સગવડો અંગે ધ્યાન દોરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ.એ ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, એસ.પી. જયપાલસિંહ રાઠૌર, સર.ટી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી વિકાસ સિન્હા, મેડીકલ કોલેજના ડિન શ્રી મહેતા. સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:40 am IST)
  • પોરબંદરના કોરોના સંક્રમિત મહિલા દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી : કોરોના પોઝિટિવ 48 વર્ષના મહિલા સંપૂર્ણ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા : ઘરે પહોંચતા લતાવાસીઓએ તાળીઓ પાડીને સ્વાગત કર્યું : મહિલાએ કહ્યું હિંમત રાખી કોરોના સામે લડવું : આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે access_time 9:56 pm IST

  • દિલ્હીમાં માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળનારને 6 મહિના સુધીની જેલની જોગવાઈ : 200 થી 1000 રૂપિયા સુધીનો દંડ : મુખ્ય સચિવ વિજય દેવનો આદેશ access_time 6:48 pm IST

  • અનંત મુકેશભાઈ અંબાણીનો જન્મદિન : પરિમલ નથવાણીએ અભિનંદન આપ્યા : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના યુવા સંચાલક શ્રી અનંત અંબાણીનો જન્મદિવસ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીનીયર ગ્રુપ પ્રેસીડેન્ટ અને રાજયસભાના સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણીએ મોડીરાત્રે ટ્વીટ કરી ભગવાન દ્વારકાધીશના આર્શીવાદ સતત વરસતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. access_time 1:07 pm IST