Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

પોરબંદરમાં કોરોના પોઝીટીવ મહિલાનો નેગેટીવ રીપોર્ટ બાદ તેનો વધુ એક રિપોર્ટ રાજકોટ મોકલ્યો

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૩ પોઝીટીવ કેસઃ મહિલાની તબીયતમાં સુધારોઃ અન્ય શંકાસ્પદ ર કેસના નમુના ચકાસણીમાં મોકલ્યા

પોરબંદર, તા., ૯: પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવ ૩ કેસ આવેલ છે. જેમાં કોરોના પોઝીટીવ મહિલાની તબીયતમાં સુધારો આવેલ છે. તેમનો ગઇકાલે કરેલ રીપોર્ટ કોરોના નેગેટીવ આવ્યા બાદ આ મહિલાનો વધુ એક રીપોર્ટ રાજકોટ મોકલી આપેલ છે. આ મહિલાની ભાવસિંહજી હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે. આઇસોલેશન વોર્ડમાં કોરોના પોઝીટીવ મહિલા સાથે તેમની પુત્રી તથા ડ્રાઇવર બન્ને કોરોના પોઝીટીવ હોય દાખલ રાખેલ છે. ભાવસિંહજી હોસ્પીટલમાં કોરોના અંગે અન્ય શંકાસ્પદ એક પુરૂષ અને એક સ્ત્રી બન્નેના રિપોર્ટ રાજકોટ મોકલી આપેલ છે.

(11:34 am IST)