Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજુલામાં RSS V.H.P ભાજપ પરિવાર દ્વારા ૧પ૦૦ ફુડ પેકેટોનું વિતરણ કરાયુ

રાજુલા તા. ૯ : લોકડાઉનના ૧પ દિવસથી આર.એસ.એસ. પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપ, બજરંગદળ, રૂદ્રગણ, પુંજાબાપુ ગૌશાળા, રાજુલા સ્વામિનારાયણ સંપ્રદાય સંસ્થાઓ તથા રાજુલાના વેપારીભાઇઓ તેમજ વિવિધ જ્ઞાતિઓના આગેવાનોના સાથ સહકારથી તેમજ સહયોગથી રોજના ૧ર૦૦ થી ૧પ૦૦ ફુડ પેકેટનું વિતરણ જરૂરીયાતમંદ હિન્દુઓને વિતરણ કરવામાં આવી રહેલ છે. આ ફુડ પેકેટમાં ગાંઠીયા, તીખી ફાફડી, મીઠી ગુંદી, મોહનથાળ, લીસાલાડુ જેવી રોજ અલગ-અલગ વસ્તુનું વિતરણ કરવામાં આવે છે.

આ સેવા કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ બિપીનભાઇ જિલ્લા ભાજપના મહામંત્રી રવુભાઇ ખુમાણ, નગરપાલીકાના કોર્પોરેટર અને શહેર ભાજપ મહામંત્રી મયુરભાઇ દવે તથા વસંતભાઇ સોરઠીયા, દિલીપભાઇ વોરા ભરતભાઇ શિયાળ વિગેરે તેમજ વિવિધ સંસ્થાઓના કાર્યકરો તેમજ ભાજપ  વીએચપી, બજરંગદળના કાર્યકરો દ્વારા ટીમ બનાવીને ભેરાઇ રોડ, મફતપરા, જાફરાબાદ રોડ, ડુંગર રોડ, વાવેરા રોડ, શ્રીમજીવી નગર વિસ્તાર, તેમજ વિવિધ શ્રમજીવી વિસ્તારોમાં ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે.

(9:32 am IST)
  • લોકડાઉન હટાવવો એએક મોટો પડકાર છેઃ ઝારખંડના મુખ્યમંત્રી હિંમત સોરેની સ્પષ્ટ વાત access_time 4:41 pm IST

  • રાજકોટના ૬૨ રીપોર્ટ નેગેટીવ : ૩ રીપોર્ટ પેન્ડીંગઃ મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલની જાહેરાત access_time 12:14 pm IST

  • અમેરીકામાં કોરોનાની ૧૦ દવાની કલીનીકલ ટ્રાયલ ચાલુઃ ટ્રમ્પ : ઝડપભેર પ્રસરી રહેલ કોરોના વાયરસને ઝડપભેર નાથવા અમેરીકાના વહીવટી તંત્રે અભૂતપૂર્વ પ્રયાસો હાથ ધરાયા હોવાનું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે રસી કે દવા વગર વિશ્વમાં ૮૮,૫૦૦ લોકોના જીવ ગયા છે અને ૧૫ લાખને કોરોના લાગુ પડયો છે access_time 4:17 pm IST