Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

પ્રભાસપાટણ ખાતે સિન્ધી સમાજ દ્વારા ચેટીચંાદની ભવ્ય ઉજવણી

પ્રભાસપાટણ તા ૯ :   પ્રભાસપાટણ ખાતે ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ, જેમાં સમાજના લોકોએ પોતાના કામધંધાઓ બંધ રાખીને ઉત્સવમાં જોડાયા હતા, જેમાં સવારના ઝુણેલાલને દુધથી નવડાવેલ, ભજન, કિર્તન અને  સમુહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા.

બપોરબાદ  ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ જેમાં ડી જે ના નાદે યુવાનો મન મૂકીને ઝુમી  ઉઠેલ અને   આયોલાલ ઝુલેલાલના જયઘોસ  બોલાવવામાં આવેલ. આ શોભાયાત્રા ચોગાન ચોકથી  પ્રસ્થાન થઇ બંશરીવાવ, દરજાવાડ, રામમૅદિર, લાંબી શેરી, સોમનાથ થઇ અને દરીયા કિનારે પૂર્ણાહુતી થઇ, જયાં મહાઆરતી કરવામાં આવેલ.

આ કાર્યક્રમ સિન્ધી સમાજના પ્રમુખ અશોકભાઇ, હરેશભાઇ વધાવા, ડો. આહુજા, જેરામભાઇ, લક્ષ્મણભાઇ (દગી), રોશનભાઇ બસેઆણી, વિમલભાઇ ધામેચા, મુકેશભાઇ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો અને આગેવાનો જોડાયા હતા.

(11:52 am IST)