Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ભાજપના શાસનમાં ખેડૂતોની ઉપેક્ષા થઇ રહી છેઃ મુળુભાઇ કંડોરીયા

આમરણમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરસભા યોજાઇ

આમરણ તા.૯: આમરણ ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર મુળુભાઇ કંડોરિયાની ચૂંટણી સભા યોજાઇ હતી. સ્થાનિક કોંગી આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ તકે જિલલા કોંગ્રેસ પ્રમુખ જે.ટી. પટેલ, ધારાસભ્ય પ્રવીણભાઇ મુસડિયા, મોરબી જિ.પં. પ્રમુખ કિશોરભાઇ આદિપરા, જીવણભાઇ કુંભરવાડિયા, જામનગર ગ્રામ્ય ઉમેદવાર જયંતીભાઇ સભાયા, માજી તા.પં. પ્રમુખ મોહનભાઇ પરમાર, અમુભાઇ હુંબલ વગેરે કોંગી અગ્રણીઓ હાજર રહી સભાને સંબોધી હતી. ઉમેદવાર મુળુભાઇ કંડોરિયાએ જણાવ્યું હતુ ઼કે, આજે ભાજપના શાસનમાં ખેડૂતોની ઉપેક્ષા થઇ રહી છે. આજે ખેડૂતોના ભાવ ઘટયા છે. સરકારના વધ્યા છે. કોંગ્રેસ ખેડૂતો-ગરીબો-મહિલાઓના ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે. ભાજપના શાસનમાં ઉદ્યોગપતિઓએ દેવાળા ફુંકયા છે. ખેડૂતો નિરાધાર બન્યા છે. કોંગ્રેસની જીત નિશ્ચિત છે તમારા માટે સદા જાગૃત રહીશ.

(11:49 am IST)