Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

જામકંડોરણા : બાલઘા પરિવાર દ્વારા ધોરાજીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

નવચંડી યજ્ઞ, તેજસ્વી તારલાઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમો

જામકંડોરણા તા.૯ : ધોરાજીમાં સમસ્ત બાલઘા પરિવારના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી તથા સુરાપુરા ખીમજીબાપાના સાનિધ્યમાં તા.૧૩ શનિવારે નવચંડી યજ્ઞનું આયોજન કરાયેલ છે. તેમજ આ પ્રસંગે પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ, વડીલોનુ સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે તા.૧૩ને શનિવારે બાલઘા ચોરા ખાતે સવારે ૮ વાગ્યાથી હવન શરૂ થશે. બીડુ હોમવાનો સમય બપોરે ૪ કલાકે પ્રસાદ ભોજન બપોરે ૧૧ કલાકે લેઉવા પટેલ સાંસ્કૃતિક ભુવનમાં રાખેલ છે. તેમજ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ તા.૧૨ ને શુક્રવારે રાત્રે ૮-૩૦ કલાકે લેઉવા પટેલ સાંસ્કૃતિક ભુવન ખાતે રખાયેલ છે. તા.૧૩ને શનિવારે સવારે ૯-૩૦ કલાકથી મહેશભાઇ બારોટનો લોકસાહિત્ય, હાસ્યરસ, માતાજીના ભકિતગીતનો કાર્યક્રમ રખાયેલ છે. સમસ્ત બાલઘા પરિવારના આ શુભ કાર્યનો તમામ ખર્ચના દાતા તથા યજ્ઞના યજમાન શૈલેષભાઇ બાબુભાઇ બાલઘા પરિવાર (અમદાવાદ) વાળા છે. આ પ્રસંગે બહારગામથી આવનાર પરિવારના મહેમાનો માટે રહવા જમવાની વ્યવસ્થા રાખેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રભરના બાલઘા પરિવારના લોકો હાજરી આપશે.

(11:48 am IST)