Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

જસદણમાં ટ્રાવેલ્સની બસના ૪ વ્હીલ -બેટરી તસ્કરો કાઢી ગયા...

રાજકોટ, તા., ૯: જસદણમાં તસ્કરો ટ્રાવેલ્સ બસના ૪ વ્હીલ અને બે બેટરી ચોરી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતોમુજબ જસદણમાં આઇ કૃપા ટ્રાવેલ્સની બસ બાયપાસ રોડ પર આવેલ જયંતીભાઇ લાખાભાઇ હિરપરાની વાડીમાં રાખેલ હોય વાડીમાં તસ્કરોએ પ્રવેશ કરી ટ્રાવેલ્સ બસની પાછળના ટાયર વ્હીલ પ્લેટસહીતના નંગ-૪ કિંમત ૬૮૦૦૦ તથા બેટરી નંગ-ર કિંમત ર૦,૦૦૦ મળી કુલ ૮૮ હજારનો મુદામાલ ચોરી કરી ગયા હતા. આ અંગે બસના માલીક હરેશભાઇ વાળાએ અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવતા જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)