Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ભાવનગરમાં ગેસની લાઇનમાં આગ લાગતા દોડધામ

ભાવનગર તા.૯: ભાવનગરના ચિત્રા વિસ્તારમાં ગેસની લાઇનમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી, આગની ઘટનાના પગલે પોલીસ, ફાયર બ્રિગેડે તથા કંપનીનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ ઓમ પાર્ટી પ્લોટ સામે આવેલ રામદેવ પેટ્રોલ પંપની નજીક ગુજરાત ગેસની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન કોઇ કારણોસર લીક થતાં આગ લાગી હતી. આગના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો તથા ફાયરબ્રિગેડની ટીમ બનાવસ્થળે દોડી ગઇ હતી અને ગેસ કંપનીને જાણ કરતાં કંપની દ્વારા ગેસ પુરવઠો બંધ કરી દીધો હતો. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.

આ બનાવ અંગે ફાયર બ્રિગેડે ટીમના પ્રદ્યુમન સિંહ જાડેજાએ માહિતી આપી હતી.ગેસ કંપનીની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ગેસની લાઇનની મરામત સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

(11:44 am IST)