Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો માસ્ટર સ્ટ્રોક :સુરતના યોગી ચોકમાં કરશે જાહેરસભાને સંબોધન

ધારાસભ્ય જેવી કાકડીયા, અમરીષ ડેર, વિરજી ઠુમ્મર,પૂર્વ ધારાસભ્ય કનું કલસરિયા સહિતના સભામાં ઉપસ્થિત રહેશે

 

અમદાવાદ:સૌરાષ્ટ્રના ઘણા પરિવારો વ્યવસાય અર્થે સુરત ખાતે સ્થાયી થયેલા છે. સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના મતદારોના લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા માટે વિધાનસભા વિરોધપક્ષના નેતા અને અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. અને અમરેલી લોકસભા જંગી બહુમતીથી જીતવાના હેતુથી કાલે સુરતમાં રહેતા લોકો સાથે સંવાદ કરશે.

  કોંગ્રેસમાં ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સુરતના યોગી ચોક ખાતે સભા યોજાશે અને સુરતમાં સભાથી જૂનાગઢ, ભાવનગર અને અમરેલી લોકસભા પર પડશે અસર પડશે અને કોંગ્રેસને ફાયદો થશે. સભામાં અમેરલીના ધારાસભ્ય જેવી કાકડીયા, અમરીષ ડેર, વિરજી ઠુમ્મર,પૂર્વ ધારાસભ્ય કનું કલસરિયા સહિત તમામ લોકો સભામાં ઉપસ્થિત રહેશે.

(1:06 am IST)