Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

ઓખામાં ભાજપના ૩૯મા સ્થાપના દિવસની ઉજવણી

મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાના ઓખા શહેર ખાતે ઓખા શહેર ભાજપ તથા  દ્વારકા તાલુકા ભાજપના સંયુકત ઉપક્રમે ભાજપના ૩૯માં સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કે જેમાં પ્રદેશ ભાજપના આગેવાનો તથા સંગઠનના ચુટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં પડતર પ્રશ્નો ઉકેલવા તેમજ સંગઠનને મજબુત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગ બાદ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ઓખા લોહાણા મહાજનવાડી આતે કરવામાં આવ્યો હતો.(તસ્વીર અહેવાલઃ દિવ્યેશ જટાણીયા મીઠાપુર)(૨૨.૫)

(12:07 pm IST)