Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

મકનસરનાં વિરક્ત કુટિર આશ્રમમાં મહિલાને ગાળો આપી ધમકી

આ જમીન મારી છે કહીને ઉદય પટેલે ગાળો દઈને જાનથી મારી નાખવાની ધમકી દીધાની ફરિયાદ

મોરબીના મકનસર ગામે આવેલા વિરક્ત કુટીર આશ્રમમાં મહિલાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં દર્શનાદેવી જનકસિંગ રાજપૂત (રહે. વિરક્ત કુટીર આશ્રમ મકનસર વાળા)એ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી ઉદય ભરત પટેલ નામના શખ્શે તેણે આ જમીન અમારી છે તેમ કહીં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી છે આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

 

(11:16 pm IST)