Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

જેતપુરના મોટા ગુંદાળામાં પિતાની હત્યા કરનાર પુત્રને દબોચી લેતી તાલુકા પોલીસઃ તપાસ બાદ રીમાન્ડ મંગાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૯ :..  તાલુકાના મોટા ગુંદાળા ગામે સામાન્ય બાબતે ઉશ્કેરાઇ પિતાની હત્યા કરનાર પુત્રને તેના ઘર નજીકથી જ દબોચી લેતી તાલુકા પોલીસ કોરોના ટેસ્ટ આજે કરાશે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોટા ગુંદાળા ગામે રહી ખેતી કામ કરતા વયોવૃધ્ધ પીતાની સાથે રહેણાંક મકાનમાં રેતીના ઢગલા બાબતે બોલાચાલી થતા આવેશમાં આવી જઇ રૂમમાંથી દોરી લઇ તેના વડે પીતા મથુરભાઇ કડવાભાઇ અમીપરાને ગળા ટૂપો દઇ મોતને ઘાટ ઉતારી દઇ નાસી ગયેલ પિતાનો મૃતદેહ જોઇ બીજો પુત્ર વિનુભાઇએ તુરંત પોલીસને જાણ કરી પી. એમ. માટે સરકારી હોસ્પીટલે ખસેડેલ તાલુકા પીએસઆઇ પી. જે. બાંટવાએ બનાવના સ્થળે પહોંચી તપાસ કરી મથુરભાઇના પુત્ર વિનુભાઇ ફરીયાદ પરથી આરોપી રાજેશ ઉર્ફે રાજુ વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરતા જાણવા મળેલ કે તે તેની ઘરની નજીક સંતાયો હોય પોલીસે રાજૂને દબોચી લઇ આજે તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. બાદ સમગ્ર ઘટનાની તપાસ કરાશે જો તેમાં કઇ જરૂરી લાગશે તો રાજુના રીમાન્ડ માંગવામાં આવશે તેવું પીએસઆઇ પી. જે. બાંટવાએ જણાવેલ.

જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારોમાં શહેર પોલીસ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન પાનની દુકાન પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેને તપાસતા તે શખ્સ ઇકબાલ ઉર્ફે ગીનો અબુભાઇ લાખાણી વર્લી ફીચરના આંકડા લખતો હોય પોલીસે તેને રોકડા રૂ. ૧૦૭૦ સાથે પકડી પાડેલ છે.

(1:11 pm IST)