Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

જળસીમાએ અપહરણથી બચવા માછીમારોને સાવચેત રહેવા ચેતવણી

પોરબંદરમાં નેવી કોસ્ટગાર્ડ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા દરીયાઈ સુરક્ષા વર્કશોપ યોજાયો

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૯ :. જળસીમાએ માછીમારોએ પાકિસ્તાન મરીન સીકયુરીટી દ્વારા થતા અપહરણથી બચવા માટે સાવચેત રહેવા તથા માછીમારોની સુરક્ષા માટે નેવી કોસ્ટગાર્ડ સહિત સુરક્ષા એજન્સીઓ પાસે ૪ સુરક્ષા પેટ્રોલીંગ માટે જહાજ તથા ૪ એરક્રાફટ સામેલ હોવાનું કોસ્ટલ સીકયુરીટી અંગે યોજાયેલ વર્કશોપમાં જણાવ્યુ હતું.

પાકિસ્તાન બોર્ડર ઉપરથી જે લોકોના અપહરણ ન થાય તે માટે ધ્યાન રાખીને દરીયામાં જવુ તેમજ આજુબાજુના દરીયાઈ પટી પર આવેલ નેવી દ્વારા માછીમારને કોન્ટેકટ નંબર અપાશે જેથી કરીને કોઈ માહિતી આપી શકે અથવા મદદ માટે તુરંત સંપર્ક સાધી શકે. પોરબંદર સુરક્ષા એજન્સી પાસે ૪ જહાજ અને એરક્રાફટ ૪ છે અને ગુજરાતના પોરબંદરમાં આસપાસને સુરક્ષા એજન્સી દ્વારા સુરક્ષા અપાઈ છે તેની જાણકારી કોસ્ટલ સીકયુરીટીના વર્કશોપમાં અપાઈ હતી.

ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરના દરીયામાં મત્સ્યોદ્યોગમા આર્થિક આવકની જાણકારી વર્કશોપમા અપાઈ હતી. સુરક્ષા એજન્સીઓ પાસે ચાર ફાસ્ટ એરક્રાફટ છે અને જેમા એક એક રિમોટ પાઈલોટ એરક્રાફટ છે જેમા પાઈલોટ ન હોય પરંતુ રિમોટ કંટ્રોલથી દુશ્મનને શોધે છે અને લોકેશન આપે છે. દરીયાકાંઠે ડ્રગ્સને લઈને સાવચેત જેથી ભૂતકાળમાં જે દાણચોરી દુશ્મન દેશ દ્વારા કરવામાં આવતી તે નથી દેશને વધુ ખતરો છે પણ હાલ અને ભવિષ્યમાં કયારેય ફરી દાણચોરી ન થાય તેથી વધુ પેટ્રોલીંગ તથા સ્પીડ બોટો દ્વારા ખાનગી પેટ્રોલીંગ તથા સતત પેટ્રોલીંગ અને તટ પર ખાસ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ ચાલુ રહે છે. ભૂજમાં સેન્ટ્રલ સુરક્ષા ઓફિસથી સતર્ક રહે છે બધી જ એજન્સીઓથી જોડાયેલ જેમાં આઈબીથી લઈને ભારત સરકારની બધી જ સુરક્ષા એજન્સી જોડાયેલ છે.

(1:09 pm IST)