Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

બહેનો કાયદાકીય રક્ષણ મેળવવા કટીબધ્ધ બને : બલરાજ મીણા

જેતપુરમાં મહિલા દિવસ નિમિતે સુરક્ષા સેતુના સહયોગથી યોજાય ગયો સેમીનાર

જેતપુર : વિશ્વ મહિલા દિવસની ઉજવણીરૂપે જેતપુરમાં સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ ગ્રામ્યના યજમાનપદે અને તથાગત ફાઉન્ડેશન રાજકોટ તથા દેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જેતપુરના સંયુકત ઉપક્રમે 'નારી : સમાજ ઉત્કર્ષનું કેન્દ્રબિંદુ' શીર્ષકતળે એક સેમીનાર યોજવામાં આવ્યો હતો. અધ્યક્ષસ્થાને ઉપસ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક બલરાજ મીણાએ મહીલાઓને જાગૃત થવા અને અત્યાચાર સામે કાયદાકીય રક્ષણ મેળવવા કટીબધ્ધ બનવા જણાવ્યુ હતુ. દીપપ્રાગટયથી ઉદ્દઘાટન કરતા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. હેમીક્ષા રાવે સ્પર્ધાના યુગમાં બહેનોએ પ્રગતિના પંથે આગળ ધપવા અનુરોધ કરેલ. સેમીનાર મુખ્ય વકતા લેખક પત્રકાર ડો. સુનિલ જાદવે મહીલાઓની અધોગતિથી પ્રગતિ સુધીનો ઇતિહાસ વર્ણવી ધર્મગ્રંથોમાં આલેખાયેલ મહિલાઓ વિષેની સારી નરસી વિગતો વર્ણવી હતી. બીજા વકતા સંતરામપુર કોલેજના વ્યાખ્યાતા ડો. કામીની દશોરાએ મહિલાઓના માનવીય અધિકારો પર છણાવટ કરી હતી. મહીલા અગ્રણી શહેનાઝબેન બાબી, પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ, રીટાયર્ડ એજયુ. એન્જી. દિલીપભાઇ સિંગરખિયા તેમજ મામલતદારશ્રીએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. પ્રારંભમાં સ્વાગત જેતપુરના પી.આઇ. વાણિયાએ અને પ્રાથમિક ભૂમિકા જેતપુરના ડી.વાય.એસ.પી. શ્રી ભરવાડે રજુ કરી હતી. સમગ્ર સંચાલન મનોજ પારઘીએ અને અંતમાં આભારવિધિ બિંદીયા મકવાણાએ કરેલ. (૧૬.૨)

 

(3:27 pm IST)