Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

સમગ્ર રાજયમાં એકિટવ થયેલા સેફ એન્ડ સિકયોર પ્રોજેકટને લાઈવ કરવામાં પુર્વ કચ્છ પોલીસ પ્રથમ

ભુજ, તા.૯:- છેલ્લા કેટલાક દિવસથી પુર્વ કચ્છનાં આર્થિક શહેર એવા ગાંધીધામમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી હતી. તે પુર્ણ થઈ જતા હવે શહેરમાં લાગેલા કેમેરાઓને ગુરૂવારે લાઈવ એટલે કે ચાલુ કરવામાં આવ્યા હતાં. સમગ્ર રાજયમાં એક સાથે શરૂ થયેલા સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત ગાંધીધામમાં ખૂબ ઝડપથી કામગીરી કરવામા પુર્વ કચ્છ પોલીસ પ્રથમ રહી હતી.પુર્વ કચ્છનાં પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે, ૨૭૭ કેમેરા પૈકી ૧૯૧ કેમેરાનું લાઈવ પ્રસારણ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યુ હતુ. જે રાજયમાં અન્ય જીલ્લા તથા શહેર કરતા સૌથી ઝડપી હોવાનું એસપી રાઠોડે ઉમેર્યું હતુ. શહેરમાં જુદી જુદી ૪૩ જગ્યાઓ ઉપર કેમેરા સેટ કરવામા આવેલા છે. જેને એસપી કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. શહેરનાં લગભગ તમામ ચાર રસ્તા, સેન્સીટીવ પોઇન્ટ તથા લોકો અવર-જવરવાળા પોઇન્ટ ઉપરાંત આર્થિક ગતિવિધિથી ધબકતા એરિયા ઉપર પણ પોલીસ તેની ડિજીટલ આંખ થકી નજર રાખવામાં આવશે. જેને કારણે ગુન્હાકીય પ્રવૃતિ ઉપર નજર રહેવાને કારણે પોલીસ તથા લોકોને ફાયદો થશે તેમ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ઇન્સપેકટર જે.પી. જાડેજાએ જણાવ્યું હતુ.(૨૨.૫)

 

(12:18 pm IST)