Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

સુત્રાપાડા : જુનાગઢ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પસંદગી માટે ને સેન્સ પ્રક્રિયા પૂર્ણ

વેરાવળ સર્કીટ હાઉસ ખાતે જુનાગઢ લોકસભાના કો-ઓર્ડીનેટર સુરેશ જેઠા દિલ્હીથી આવી બે દિવસ સુધી કોંગ્રેસ અગ્રણીઓ સાથે પરામર્શ

સુત્રાપાડા, તા. ૯ : આગામી લોકસભાની ચૂંટણી સંબંધે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પસંદગીના ભાગરૂપે તા. ૩ અને ૪ માર્ચ બે દિવસ વેરાવળ સર્કીટ હાઉસ ખાતે દિલ્હીથી જૂનાગઢ લોકસભાના કો-ઓર્ડીનેટર તરીકે નિમણૂંક થતા શ્રી સુરેશ જેઠે એ કોંગ્રેસના જવાબદાર આગેવાનો સાથે જરૂરી પરામર્શ કરી ઉમેદવાર પસંદગી બાબતે અભિપ્રાયો મેળવ્યા હતાં. આ તકે ખાસ આમંત્રીત એવા ગીર-સોમનાથ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી ઉષાબેન કુસકીયા તેમની મહિલા ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જિજ્ઞાસાબેન રાવલ ઉપપ્રમુખ  રીઝવાનાબેન ચૌહાણ વેરાવળ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ કાજલબેન ભજગોતર જીલ્લા મહિલા કોંગ્રેસ અગ્રણીઓ યાસ્મીનબેન ચૌહાણ, રોજીનાબેન બાનવા, નિર્મળાબેન ચાવડા, મંજુલાબેન સોલંકી સહિતની મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહી હતી. ઉષાબેન કુસકીયાએ જૂનાગઢ લોકસભાના કો-ઓર્ડીનેટર સાથે લંબાણપૂર્વકના વિશ્લેષણ સાથે ઉમેદવાર પસંદગી બાબતે યોગ્ય રજૂઆત કરી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવે તો આ સીટ કોંગ્રેસ ગઢ સમાન ગણાવી જીત નિશ્ચિત ગણાવી હતી.

(12:10 pm IST)