Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

વાંકાનેરમાં શારદા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

વાંકાનેર તા.૯: વાંકાનેરમાં સંસ્કાર દિપ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શારદા વિદ્યાલયના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ આપણી કલા અને સંસ્કૃતિના ભવ્ય વારસાને રંગમંચ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓ હીરેન પારેખ, યુસુફભાઇ શેરસીયા ઉપરાંત આમંત્રિત અગ્રણીઓ, પત્રકારો, વાલીગણ સહિત હજ્જારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે શારદા વિદ્યાલયના ૩૫૮ વિદ્યાર્થીઓએ જુદી જુદી ૫૭ કૃતિઓ રજુ કરેલ જેમાં મોબાઇલથી બાળ માનસ અને કુટુંબ જીવન ઉપર થતી આડ અસર, ''માબાઇલની માથાકુટ'', દીકરીનું મહત્વ સમજાવતું નાટક ''દીકરીની વિદાય'', વૃદ્ધ માવતરને તરછોડતા દિકરા-વહુનું નાટક ''માં'' રજુ કરી સમાજને નાટકો થકી સમજણ આપી હતી.

ગુજરાતના ગૌરવને રજુ કરતા રાસ-ડાન્સ ''અમે લેરીલાલા'' રજુ કરી ગુજરાતનું મહત્વ, પાંચાળ પ્રદેશની ધીંગીધરાની પરમપરાગત સંસ્કૃતિ રજુ કરતો ''માલધારી રાસ''ઉપરાંત રાજસ્થાની, પંજાબી, મરાઠી, બંગાળી પહેરવેશો સાથે દેશના વિવિધ રાજ્યના પ્રસિદ્ધ રાસ-નૃત્ય થકી જનમેદનીને જકડી રાખી હતી.

ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પરેશભાઇ મઢવીએ ઉપસ્થિત સાંસદ મોહનભાઇ કુંડારીયા અને મંચસ્થ અગ્રણીઓનું સન્માન કર્યું હતું. આ સન્માન વેળાએ અમિતભાઇ મઢવી, એડવોકેટ એન્ડ નોટરી રાજુભાઇ મઢવી, ગોપાલભાઇ રાજગોર, ભાવેશભાઇ મહેતા સહિતના ઉપસ્થિત રહયા હતા.

સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રાજકોટને એઇમ્સ મળે તે માટે જે જહેમત ઉઠાવેલ અને તેના પરિણામને સફળતા મળેલ તે માટે લાખો જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓને આ આધુનિક હોસ્પિટલમાં સારવાર પ્રાપ્ત થશે અને તેના યશભાગી આપણા સાંસદ પરેશભાઇ મઢવી એ એઇમ્સને લાવવા માટેના સફળ સાંસદનું શિલ્ડ-મોમેન્ટો આપીને જયારે અન્ય અગ્રણીઓએ શાલ કેશરી પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું.

(9:48 am IST)