Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

સુજલામ સુફલામ જળ અભિયાન ર૦૧૯ અંતર્ગત

વાંકાનેરના વિનયગઢ- સતાપરના તળાવ ઉંડા ઉતારવાનો પ્રારંભ

 વાંકાનેર, તા. ૯ : વાંકાનેર તાલુકાના વિનયગઢ અને સતાપર ગામે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ થયો છે. વિનયગઢના રહીશ અગ્રણી ઉદ્યોગપતિ જગદીશભાઇ પ્રજાપતિએ આ યોજના અંગેની માહીતી આપતા જણાવેલ કે, સરકાર દ્વારા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ થાય ગામડાઓ સમૃદ્ધ બને નદી-નાળા-ચેક ડેમો-તળાવો ઉંડા ઉતારી જળસ્ત્રોત વધુ અકત્ર કરવા માટે વર્તમાન સરકારે ઝુંબેશ શરૂ કરી છે. ગત વર્ષ પણ સુજલામ સુફલામ યોજના હેઠળ અનેક તળાવો-નદીઓ ઉંડી ઉતારવામાં આવેલ.

આ વર્ષ પણ વર્ષ-ર૦૧૯માં પણ આ યોજનાના પ્રારંભે વાંકાનેર તાલુકાના વિનયગઢ-સતાપરના તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ થયો છે. સુખા ભઠ્ઠ તળાવમાં લીઝ ધારક જગદીશભાઇ પ્રજાપતિ દ્વારા પોતાના જે.સી.બી., ડમ્પર, ટ્રેકટર આ સેવાના કાર્યમાં વાપરવા માટે મૂકયા છે ત્યારે આ તળાવ ઉંડુ ઉતારવાનો કાર્ય પ્રારંભ કરાવતા મુખ્ય ભૂસ્તર શાસ્ત્રી યુ.કે. સીંઘ, ખાણ ખનિજ ખાતાના ઇન્સ્પેકટર સોલીલભાઇ પટેલ, સર્વેયર દીક્ષીતભાઇ પટેલ માજી સરપંચ જગદીશભાઇ સારેસા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

(9:48 am IST)